Sunday, March 16, 2025
Homeઅરુણ જેટલીએ ખાલી કરેલ મકાનમાં કોઈ મંત્રી રહેવા માટે તૈયાર નથી
Array

અરુણ જેટલીએ ખાલી કરેલ મકાનમાં કોઈ મંત્રી રહેવા માટે તૈયાર નથી

- Advertisement -

અરૂણ જેટલીએ પોતાના 2, કૃષ્ણા મેનન માર્ગ પર આવેલા સરકારી બંગલાને ખાલી કરી દીધો છે. મોટા સરકારની બંગલામાંથી એક હોવા છતાંય મોદી સરકારના મંત્રી આ બંગલામાં રહેવાથી ડરી રહ્યા છે. તેની પાછળનું કારણ સાંભળતા અજીબો ગરીબ લાગશે. આ બંગલામાં વાસ્તુ દોષ કહેવાય છે.

મંત્રીઓનું કહેવું છે કે આ બંગલામાં આવ્યા બાદથી અરૂણ જેટલીને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીય પરેશાનીઓ સામે આવવા લાગી છે. આની પહેલાં અરૂણ જેટલી સાઉથ દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત પોતાના ખાનગી ઘરમાં રહેતા હતા. જેટલી પહેલાં આ બંગલામાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામ પણ રહી ચૂકયા છે. સુખરામ પણ ટેલિકોમ કૌભાંડમાં ફસાયા હતા. તેમના બાથરૂમમાંથી કરન્સી નોટ મળી હતી. સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુલાયમ સિંહ યાદવ પણ આ બંગલામાં રહી ચૂકયા છે. કહેવાય છે કે આ બંગલામાં રહેવા જવા દરમ્યાન જ તેમને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એક વરિષ્ઠ સાંસદે આ સંબંધમાં આંધ્રપ્રદેશના કોંગ્રેસના નેતા રહેલા કિશોર ચંદ્ર દેવને યાદ કર્યા. દેવની રાજકીય કેરિયર ખૂબ જ શાનદાર અને લાંબી રહી.

તેઓ કોઇપણ સરકારી બંગલામાં રહેતા પહેલાં ત્યાંના વાસ્તુ અંગે સંપૂર્ણપણે તપાસ કરતાં હતા. જ્યારે તેઓ યુવાન હતા તો તેમના પિતાન ગેરેજના દરવાજા પાસે ઠોકર લાગી હતી. આથી તેમને ટેટનેસ થઇ ગયું. ત્યારબાદ તેમના પિતાનું મોત થયું. તેના બીજા જ દિવસે મદ્રાસ પ્રેસિડન્સીમાંથી મંત્રી બનાવાના સમાચાર આવ્યા. દેવ એ વાતથી સંપૂર્ણપણે આશ્વસ્ત હતા કે ગેરેજના વાસ્તુદોષના લીધે જ તેમના પિતાનું અકાળે મોત થયું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular