અરવલ્લી : મેશ્વોમાં 7000 ક્યુસેક પાણીની આવક થતાં સપાટી 0.60, માજુમ ડેમમાં 1000 ક્યુસેક આવક થતાં 0.30 સપાટી વધી

0
41

મોડાસાઃ અરવલ્લીમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા મેશ્વો જળાશયમાં 7000 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે માજુમ જળાશયમાં 1000 હજાર ક્યુસેક પાણીની આવક થતા ઉપરોક્ત બંન્ને જળાશયોમાં બે દિવસના સમય ગાળામાં સપાટીમાં વધારો નોંધાયો છે. જ્યારે જિલ્લાના સૌથી મોટા અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રકબંધમાં પાણીની નહીવત આવક થઇ હતી.

શામળાજી પંથકમાં અને ઉપરવાસમા બે દિવસ દરમ્યાન ભારે વરસાદ પડતા જિલ્લાના જળાશયો પૈકી મેશ્વો જળાશયની સૌથી વધુ એટલે કે 7000 ક્યુસેક વરસાદી પાણીની આવક થઇ હોવાનુ નોંધાયુ છે. જળાશયમાં છેલ્લા 24કલાકના સમયમાં નવા વરસાદી નીર આવવાના શરૂ થતા મેશ્વોબંધમા 0.60(બે ફુટ)સપાટીમાં વધારો નોંધાતા મેશ્વોની સપાટી 209.59 સુધી પહોંચી છે. જ્યારે માજુમબંધમાં પણ વરસાદના પગલે 0.30(એક ફુટ) સપાટીમા વધારો નોંધાતા માજુમબંધની સપાટી 153.11 સુધી પહોંચી છે. ખેડૂતો માટે જીવાદોરી સમાન અને સૌથી મોટા ગણાતા એક લાખ હેક્ટર જમીનનો કમાન્ડ એરીયા ધરાવતા વાત્રકબંધમાં પાણીની નહિવત આવક થઇ હોવાનું નોંધાયુ છે. વાત્રક બંધની સપાટી 127.02 સુધી હોવાનું સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દીપકભાઇ પંડ્યાએ જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here