અરવલ્લી : ભિલોડા પોલીસે ધોલવાણી ત્રણ રસ્તા પાસેથી ૨ રીઢા ચેઇન સ્નેચરને દબોચ્યા

0
35

અરવલ્લી :  અરવલ્લી – સાબરકાંઠા જીલ્લામાં ચેઇન સ્નેચિંગની ઘટનામાં સતત વધારો થતા મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અછોડા તોડતી ગેંગના સભ્યો હાઈસ્પીડ બાઈક પર આવી એકલ-દોકલ રાહદારી મહિલા કે વાહન ચલાવતી મહિલાને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરી રફુચક્કર થઈ જતા હોય છે. ભિલોડા પોલીસે ખાનગી બાતમી આધારે લૂંટ અને ચેઇન સ્નેચિંગ ચોરીના આરોપીઓ ને ઝડપી 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલના ગુનામાં વપરાયેલ વાહનો સહિત 2,43,000 ના મુદ્દામાલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

ભિલોડા પોલીસને ચોરી અને લૂંટના આરોપીઓ બાબતે ખાનગી બાતમી મળી હતી. તે બાતમી અનુસાર પોલીસ ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા પાસે વોચમાં ઊભા હતા. તે દરમિયાન પલ્સર મોટરસાયકલ પર બાતમી પ્રમાણેના આરોપીઓ મુકેશકુમાર રૂપભાઈ ભાગોરા ઉં વ 25 રહે ઢીંચણિયા તા. ઇડર જી. સાબરકાંઠા તથા અમિત ઉર્ફે અમારો જગદીશ ડામોર ઉં વ 21 રહે પાલીસોડા તા. બીછીવાડા જી. ડુંગરપુર (રાજસ્થાન) આવતા તેમને રોકી ઝડપી તેમની જડતી લેતા અમિત ઉર્ફે અમરો ડામોરના ખીસામાંથી સોનાની 53 ગ્રામ વજનની 83,000ની કિંમતની 4 લગડી મળી આવી હતી.

તેમજ ચોરીની પલ્સર બાઈક તેમજ ગુનામાં વપરાયેલા પલ્સર એમ કુલ 2,43,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ચોરીના મુદ્દા માલ બાબતે પૂછતાં ભિલોડા તેમજ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું કબલ્યુ હતું. આમ ચેઇન સ્નેચિંગ લૂંટના 3 અને એક પલ્સર મોટરસાયકલ ચોરી એમ કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. હાલ ભિલોડા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભિલોડા પીએસઆઇ એસ એચ પરમાર તથા પીએસઆઇ એન સી ચૌહાણ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

કેમેરામેન: આયર્ન ગોસ્વામી સાથે હર્ષ પંડ્યા CN24 NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here