શામળાજી: મેશ્વો નદીમાં પાણી આવતા પુલના અભાવે ૮ થી વધુ ગામો સંપર્ક વિહોણા

0
43

અરવલ્લી : જીલ્લાના અંતરિયાળ વિસ્તારો આઝાદીના ૭૨ વર્ષ પછી પણ વિકાસથી જોજનો દૂર છે. મોટાભાગના આદિવાસી બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારો હજુપણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. શામળાજી નજીક આવેલા વાંદીયોલ ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદી પર પુલ બનાવવાની વર્ષો જૂની માંગ અંગે જવાબદાર તંત્ર આંખ આડે કાન કરતા દર વર્ષે ચોમાસાની ઋતુમાં ૮ જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

અરવલ્લી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જીલ્લાભરના પ્રજાનોમાં આનંદ છે. બીજીબાજુ વાંદીયોલ સહીત ૮ ગામના ગ્રામજનોમાં ભારે નિરાશા પ્રવર્તી રહી છે. મેશ્વો નદી પર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાતા પુલ બનાવવા માટે કામગીરી શરુ નહીં કરવામાં આવેતો ગ્રામજનોએ જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી.

મેશ્વો નદીમાં પાણી આવી જતા ૧ હજાર થી વધુ લોકો મુસીબતમાં મુકાયા હતા. મેશ્વો નદીના કિનારે વાદીયોલ ગામ આવેલું છે. વાદીયોલ ગ્રામપંચાયત વિસ્તારમાં મેશ્વો નદીને પેલે પાર 8 ગામ આવેલા છે. આ તમામ ગામોનો મુખ્ય વ્યવહાર વાદીયોલ ગામ સાથે છે. આસપાસના ગ્રામજનોને દૂધડેરી, સેવામાંડળી, ગ્રામપંચાયત, આંગણવાડી, અનાજ કરિયાણું, શાળા આ તમામ વ્યવહાર વાદીયોલ ગામમાં છે. શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા મેશ્વો નદીમાં પાણી આવતા ૮ ગામના લોકો સંપર્ક વિહોણા બનતા ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે મેશ્વો નદીના વહેણ ઓછા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા.

કેમેરામેન કૃણાલ ગોસ્વામી સાથે હર્ષ પંડ્યા CN24NEWS,અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here