Saturday, April 20, 2024
Homeઅરવલ્લી : ગત વર્ષે આ દિવસે માઝુમ બંધમાં 61 ટકા પાણીનો જથ્થો...
Array

અરવલ્લી : ગત વર્ષે આ દિવસે માઝુમ બંધમાં 61 ટકા પાણીનો જથ્થો હતો, આ વર્ષે 31.77 ટકા

- Advertisement -

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સિઝનનો કુલ અત્યાર સુધીમાં 24 ટકા વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. મોડાસાના માજુમબંધમા ગત વર્ષે આજ દિને પાણીનો 61 ટકા જથ્થો હતો. તેની જગ્યાએ હાલ માત્ર માઝુમમાં 31.77 ટકા પાણીનો જથ્થો હોવાનું સિચાઇ વિભાગના એમ.જે. પટેલે જણાવ્યું હતું.

જિલ્લાના એક માત્ર શામળાજીના મેશ્વોબંધમાં 37 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે ખેડૂતોને સિંચન માટે માત્ર બે રાઉન્ડ માંડમાંડ પાણી મળવાની શક્યતા છે. ત્યારે જિલ્લામાં સૌથી મોટા ગણાતા અને એક લાખ હેક્ટર જમીનમાં કમાન્ડ એરીયા ધરાવતા વાત્રકબંધમા માત્ર અત્યારે 16.50 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે મોડાસાના માજુમબંધમા 31.77 ટકા પાણીનો જથ્થો છે. ઉપરાંત જથ્થો આગામી સિઝન માટે માત્ર પીવાના પાણી માટે માંડમાંડ પૂરો થાય તેવી આશંકા સેવાઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular