અરવલ્લી : શામળાજી નજીક ડસ્ટર કાર આગમાં સ્વાહા : કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ

0
43

ભિલોડા: સોમવારે રાત્રીના 10 વાગ્યાના સુમારે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલી ડસ્ટર કારમાં શામળાજી નજીક અગમ્ય કારણોસર આગ લાગી હતી. કારમાં સવાર 5 લોકો રોડ પર ડસ્ટર ગાડી ઊભી રાખી સમય સુચકતા વાપરી ઉતરી જતાં આબાદ બચાવ થયો હતો.
ગણતરીની મિનિટોમાં જ કાર ખાખ
થોડીક જ મિનિટમાં ડસ્ટર કાર આગમાં ખાખ થઈ હતી. સતત વાહનોથી ધમધમતા હાઇવે પર કારમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. આગ લાગતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here