અરવલ્લી : મોડાસામાં AIMIM અધ્યક્ષ અસદઉદીન ઓવેસીએ ચૂંટણી સભાને સંબોધી.

0
35

અરવલ્લી જિલ્લાના મોડાસા માં AIMIM અધ્યક્ષ અસદઉદીન ઓવેસીએ ચૂંટણી સભાને સંબોધી હતી. નગરપાલિકા ની ચુંટણી માં AIMIM ના અધ્યક્ષ અસદઉદીન ઓવેસી પક્ષના ઉમેદવારોના ચુંટણી પ્રચાર અથૅ મોડાસા આવ્યાં હતા. વર્તમાન સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં AIMIM ના 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જેને ધ્યાન માં રાખી ઓવેસી એ ચૂંટણી સભા ને સંબોધી હતી.

ગોસિયા હાઈસ્કૂલ ના મેદાનમાં યોજાયેલી આ ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં લોકો ભાષણ સાંભળવા ઉમટયા હતા..આ ચૂંટણી સભામાં AIMIM ના અધ્યક્ષ અસદુદીન ઓવેસીએ ભાજપ, RSS, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આડેહાથ લીધા હતા..સાથે જ ઓવેસી એ AIMIM ના ઉમેદવારો ને જીતાડવા આહવાન પણ કર્યું હતું.

 

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here