અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ , મોડાસા, બાયડ, મેઘરજ, માલપુર, ભિલોડા માં અડધો ઇંચ વરસાદ વરસ્યો

0
89
અરવલ્લી જિલ્લામાં  આજે સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના મોડાસા બાયડ મેઘરજ માલપુર, ભિલોડામાં અડધો  ઇંચ વરસાદ વરસ્યો હતો.
અહીં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું દિવસની શરૂઆત ઝરમર વરસાદ સાથે થઈ છે. જિલ્લામાં વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા વધુ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
– વરસાદ થતાં જ   ખેડૂતોમાં આનંદ છવાયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ રાહત અનુભવી હતી  વરસાદની શરૂઆત થઇ જતાં ચોમાસું વાવેતર કરનાર ખેડૂતોમાં આનંદ છવાયો ગયો હતો.
કેમરામેન આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડયા CN24 NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here