અરવલ્લી જિલ્લા માં બેફામ ગતિ એ દોડતા વાહનચાલકો ની હવે ખેર નથી.

0
57
નેશનલ, હાઇવે,રાજ્ય ધોરી માર્ગો અને શહેરના રોડ પર બેફામ ગતિએ વાહન હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં તો લવમુછીયા યુવકો ધૂમ સ્ટાઇલ વાહનો હંકારી નગરજનોમાં ભયનો માહોલ સર્જી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે સ્પીડ ગનના સહારે ૨૪ કલાકમાં રોડ પર ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરતાં ૨૫ વાહનચાલકો વિરુદ્ધ કેશ કરી સ્થળ પર ૧૦ હજાર રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ ને અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે જેથી જિલ્લાના માર્ગો પરથી પુરપાર ઝડપે દોડતાં વાહનચાલકો સાથે ચોક્કસ કેટલી ઝડપે વાહન દોડાવી રહ્યા છે. તેની સ્પીડ રેટ જિલ્લા ટ્રાફીક પોલીસની સ્પીડ ગનમાં નોંધાઈ જશે અને જે તે વાહનચાલક કે જે આંતરસ્પીડ દોરી રહ્યા હોય છે. તેમની સાથે સરળતાથી કાનૂની કાર્યવાહી કરી શકશે. એ રીતે ઓવરસ્પીડ દોડતા વાહનોને લીધે થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણમાં ઘટાડો થશે એવું જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે જિલ્લાના વિવિધ માર્ગો પર સ્પીડ ગનના સહારે બેફામ ઓવરસ્પીડ દોડતા ૨૫ વાહનચાલકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી સ્થળ પર દંડ ફટકારી વસુલવામાં આવતાં ગતિ મર્યાદાનો ભંગ કરી પસાર થતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
કેમેરામેન આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડયા CN24 NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here