આજે ત્રીજી વખત દિલ્હીના CM બનશે અરવિંદ કેજરીવાલ, છ મંત્રીઓ પણ લેશે શપથ

0
10

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અરવિંદ કેજરીવાલ સાથે બીજા 6 ધારાસભ્ય મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઇમરાન હુસૈન તેમજ રાજેન્દ્ર પાલ ગૌતમ પણ શપથ લેશે. એક અંદાજ પ્રમાણે રામલીલા મેદાન (Ramlila Maidan)માં યોજાઈ રહેલા શપથ ગ્રહણ સમારોહમાં એક લાખ લોકો પહોંચશે. પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું છે કે કેજરીવાલને દિલ્હીના તમામ લોકો પ્રેમ કરે છે અને જનાદેશે આ વાત સાબિત કરી દીધી છે. અમે આખા શહેરને આમંત્રણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં ત્રીજી વખત શપથ લેવાના છે.

આ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના શાસનમાં યોગદાન આપનાર અલગઅલગ ક્ષેત્રોના 50 પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રતિનિધિઓમાં ડોક્ટર, ઓટો ડ્રાઇવર, સામાન્ય લોકો, બસ કન્ડક્ટર, સફાઈ કર્મચારી, આંગણવાડી કાર્યકર્તા અને અન્યનો સમાવેશ થાય છે. કેજરીવાલના શપથ માટે રામલીલા મૈદાનમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

શપથ ગ્રહણ માટેની ખાસ તૈયારી

  • રામલીલા મૈદાનમાં લગભગ 40 હજાર ખુરશીઓ મુકવામાં આવી છે.
  • લોકો સારી રીતે શપથ ગ્રહણ જોઈ શકે એ માટે સ્થળની અંદર અને બહાર 12 એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે.
  • સશસ્ત્ર બળ, અગ્નિશમન વિભાગ અને દિલ્હી પોલીસના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ટ્વિટર છોટે મફલરમેન નામથી ફેમસ થયેલા નાનકડા બાળક અવ્યાન તોમરને પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે.
  • સુરક્ષા માટે પાંચ હજાર સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવશે.
  • રામલીલા મેદાન પર નજર રાખવા માટે 150 કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here