વધતા જતા શહેરીકરણના પગલે દુનિયાભરમાં 3.5 અબજ લોકો ડેંગ્યુની ચપેટમાં આવે તેવી શક્યતા

0
8

દર વર્ષે ડેંગ્યુના કારણે શહેરોમાં હજારો લોકો બીમાર પડતા હોય છે ત્યારે વધતા જતા શહેરીકરણથી ડેંગ્યુનો ખતરો પણ વધી રહ્યો હોવાનુ એક રિસર્ચમાં કહેવાયુ છે.

દિલ્હીના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મલેરિયા રિસર્ચના સંશોધકોના કહેવા પ્રમાણે ડેંગ્યુનો વાયરસ મચ્છરો થકી ફેલાય છે. શહેરોમાં તેનુ પ્રમાણ વધી રહ્યુ છે. દુનિયાભરમાં વધી રહેલા શહેરીકરણથી 3.5 અબજ લોકો ડેંગ્યુની ચપેટમાં આવે તેવી શક્યતા છે.

નેગેટિવ ટ્રોપિકલ ડિસિઝ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં સંશોધકોએ કહ્યુ છે કે, નળના પાણીના કારણે ડેંગ્યુ વધારે ફેલાઈ રહ્યો છે. પાણીની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે તો ડેંગ્યુનુ પ્રમાણ ઘટાડી શકાય છે. સંશોધનમાં 18 શહેરી વિસ્તારો અને 2000 જેટલા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

ડેંગ્યુ એડિઝ નામના મચ્છરથી ફેલાય છે. માદા એડિઝ એક વખતમાં 100થી 125 ઈંડા મુકે છે. જેને લાર્વા કહેવામાં આવે છે. ડેંગ્યુના લાર્વા સાફ પાણીમાં ઉછેરાય છે અને વહેતા પાણીમાં તે જોવા મળતા નથી. મચ્છરના કરડયા બાદ ચારથી સાત દિવસમાં ડેંગ્યુ થતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here