બરોડા મ્યુઝિક એકેડમી 4 મહિનાથી બંધ હોવાથી કલાકારોની હાલત કફોડી બની, એેકેડમી શરૂ કરવાની મંજૂરી આપવા માંગ

0
6

વડોદરા. કોરોના વાઈરસની મહામારીને પગલે વડોદરા શહેરની બરોડા મ્યુઝિક એકેડમી છેલ્લા 4 મહિનાથી બંધ છે. જેને પગલે એકેડમીમાં કામ કરતા કલાકારોની હાલત કફોડી બની ગઇ છે. આ કલાકારોને બીજી કોઇ આવક ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે. જેથી બરોડા મ્યુઝિક એકેડમી શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ સાથે કલાકારોએ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એકેડમીના અગ્રણીએ કહ્યું હતું કે, બરોડા મ્યુઝિક એકેડમી એજ્યુકેશન સેક્ટર નથી, પરંતુ હોબી સેન્ટર છે. આ ઉપરાંત અમે કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે એકેડમી ચલાવીશું.

કલાકારોને બીજી આવક ન હોવાથી મુશ્કેલી પડી રહી છે

બરોડા મ્યુઝિક એકેડમીના અગ્રણી પ્રશાંત દશપુતેએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની ગાઇડલાઇન સાથે તમામ ક્ષેત્ર ચાલુ થઇ ગયા છે. કોરોના વાઈરસની મહામારીના કારણે 4 માસથી અમારી એકેડમી બંધ છે. એકેડમી બંધ હોવાના કારણે કલા શિખવાડતા કલાકારોની હાલત કફોડી બની ગઇ છે. કલાકારોની બીજી કોઇ આવક નથી. તેની સામે કલાકારોને લાઇટ બીલ, વેરા સહિતના બીલો ભરવામાં મુશ્કેલી પડી રહી છે. કોરોના વાઈરસની ગાઇડલાઈન પ્રમાણે કંપનીઓમાં પણ 50 ઉપરાંત કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. અમારી એકેડમીઓને એજ્યુકેશન સેક્ટરમાં લીધું છે, પરંતુ, અમારી એકેડમી હોબી સેન્ટરમાં આવે છે. અમારી એકેડમીઓમાં એક સાથે મ્યુઝિક સહિતની કલા શીખવા માટે આવતા નથી, ત્યારે એકેડમી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here