મોદીની નીતિઓને લીધે ૧૪ કરોડ યુવકોએ નોકરી ગુમાવી

0
6

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ હવે આર્થિક મોરચે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ યુવાઓમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. રવિવારે યુવા કોંગ્રેસનો સ્થાપના દિવસ હતો.આ પ્રસંગે રાહુલે કહ્યુ હતું કે, નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે યુવાઓને વાયદો કર્યો હતો કે, આ દેશના બે કરોડ યુવાઓને રોજગાર આપશે અને તે પણ દર વર્ષે.બહુ મોટુ સપનું તેમણે બતાવ્યુ હતું પણ, સત્ય અલગ જ છે.રોજગારી આપવાનું તો દુર રહ્યુ પણ મોદીની નીતિઓના કારણે ૧૪ કરોડ લોકો નોકરી ગુમાવી ચુક્યા છે.

રાહુલે કહ્યુ હતુ કે,આ બધુ જ મોદી સરકારની ખોટી નીતિઓના કારણે થયુ છે. નોટબંધી, ખોટી રીતે લાગુ કરાયેલા જીએસટી અને એ પછી લોકડાઉન.આ ત્રણ બાબતોના કારણે દેશની ઈકોનોમીનુ માળખુ જ ખતમ થઈ ગયુ છે.હવે સત્ય એ છે કે, દેશ પોતાના યુવાઓને નોકરી આપી શકે તેમ નથી.એટલે યુથ કોંગ્રેસે મેદાનમાં ઉતરવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, મને ખુશી છે કે, યુથ કોંગ્રેસ બેકારીના મુદ્દાને દેશના ખૂણે ખૂણે લઈ જશે. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી હતી કે, તમામ લોકો સરકારે પાસે રોજગારી આપવાની ઝુંબેશમાં જોડાય અને યુથ કોંગ્રેસને સાથ આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here