દહેગામ : 754 જેટલા પરપ્રાંતીય મજૂરોને આજે દહેગામ એસ.ટી ડેપોમાંથી પોતાના વતન જવા માટે સરકારી તંત્ર દ્વારા રવાના કરવામાં આવ્યા.

0
22

 

પરપ્રાંતીય મજૂરોને એસ.ટી બસ દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડવાની સુવિધા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી.
એસ.ટી ડેપોમાંથી જુદા જુદા વિસ્તારોમાં બસો મોકલીને આ તમામ પરપ્રાંતિયોને પોતાના વતન જવા માટે સુવિધા આપવામાં આવી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ, દહેગામ જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી જે મજૂરો લોકડાઉન માં અહીં રોકાયા હતા તેમને નાસ્તો માસ્ક તેમજ પુરતી સુવિધાઓ સાથે આજે દહેગામ એસ.ટી ડેપો માં તમામ મજૂરોની બોલાવીને મામલતદાર તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ પી.આઈ સહિત ના કર્મચારીઓ ભેગા મળીને આ તમામ પરપ્રાંતીય મજૂરોને બસમાં બેસાડીને પોતાના વતન જવા માટે રવાના કરી દેવામાં આવ્યા છે. તેના માટે એસ.ટી બસોની સુવિધા રેલવે સ્ટેશન સુધી આપવામાં આવી રહી છે. અને ત્યાંથી આ મજૂરો પોતાના વતન જશે તેવી માહિતી ઉપલબ્ધ થવા પામી છે. આજે સવારથી જ સરકારી તંત્ર દ્વારા પુરતી સુવિધાઓ આપી ને શ્રમીકોને પોતાના વતન પહોંચવા માટે આજે ગામ એસ.ટી ડેપોમાં વિશાળ સંખ્યા માં પરપ્રાંતીઓ નજરે પડી રહ્યા છે.

 

   

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here