રાજકોટમાં :છેલ્લા 24 કલાકમાં સિવિલમાં સારવાર હેઠળ 15 દર્દીઓનાં મોત,બપોર સુધીમાં 39 કોરોના કેસ નોંધાયા,

0
0

કોવિડ હોસ્પિટલમાં વધુ 15 લોકોનાં મોત થયા છે. એક મહિલા નો રિપોર્ટ આવે એપહેલાંજ મોત નીપજ્યું. રાજકોટ શહેર ના 9 જિલ્લા ના 2 અન્ય જિલ્લાનાં 4 લોકોના થયા મોત. તમામ રાજકોટ સિવિલ કોવિડ કેર સેન્ટરમાં લઇ રહ્યા હતા સારવાર.સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે વચ્ચે રાજકોટથી 15 દર્દીઓનાં મોતનાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ શહેરમાં તા. 16-8-2020 ના રોજ બપોર સુધીમાં 39 કોરોના કોસ નોંધાયા હતા. આ સાથે જ રાજકોટમાં કોરોનાનો કુલ પોઝિટિવ કેસનો આંકડો 2160 પહોંચી ગયો હતો. જ્યારે અત્યાર સુધીમાં 1120 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્ડ કરવામાં આવ્યા હતા. કોરોનાનો પોઝિટિવ રેઈટ કાલની તુલનામાં ઘણો વધુ 6.82 % નોંધવામાં આવ્યો હતો.

રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ ગત રાત્રે 23 કેદીઓ કોરોના પોઝિટિવ આવતાં ચકચાર મચી જવા પામી હતી. શનિવારે રાજકોટમાં કુલ 95 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. એક એનાલિસિસ પ્રમાણે રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં 100થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.

દિવસે ને દિવસે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો સાથે જ કોરોના અનેક નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 15 લોકોનાં મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાંથી રાજકોટનાં 11 અને અન્ય જિલ્લાઓમાંથી આવેલાં 4 લોકોનાં મોત થયા હતા. તમામ દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here