Wednesday, October 20, 2021
Homeબનાસકાંઠા : લાખણીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી મુદ્દે ખેડૂતોનો હોબાળો : સરકારની...
Array

બનાસકાંઠા : લાખણીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી મુદ્દે ખેડૂતોનો હોબાળો : સરકારની જાહેરાત મુજબ નોંધણી ન થતા ખેડૂતો વિફર્યા

લાખણી : રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે પરંતુ પ્રથમ દિવસે જ લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી ન થતા વિફરેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. આજે પહેલી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવથી વેચાણ માટે નોંધણી શરૂ થનાર હતી. પણ નોંધણી ન થતાં ખેડૂતોને પ્રથમ ગ્રાસે મક્ષિકા’ નો કડવો અનુભવ થતા હોબાળો મચાવ્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ તરફ ગ્રામ પંચાયતના વી.સી.ઇ. ની હડતાલને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામ પંચાયતમાં નોંધણી ન થતાં ખેડૂતો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના લાખણી ખાતે આજે ખેડૂતોએ મગફળીની નોંધણી બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામ પંચાયતમાં નોંધણી ન થતાં ખેડૂતો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. સરકાર દ્રારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે પ્રથમ દિવસે જ ભારે હોબાળો થયાનું સામે આવતાં ચિંતાજનક સ્થિતિ બની છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પડતર માંગોને લઇ હાલ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિકો હડતાલ ઉપર ઉતર્યા છે. આ તરફ આજથી શરૂ થયેલ નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડતાં તેઓ આજે સવારે પુરવઠા વિભાગના ગોડાઉનમાં એકઠા થયા હતા. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી નહિ થતાં પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે રાજ્ય સરકારે વી. સી. ઇ. ની હડતાળ સમેટવા પગલાં લીધા હોવાનું જાણવા મળે છે.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments