વરસાદની શરૂઆત થતાં જ ડેમોમાં નવા નીરની આવક, સૌરાષ્ટ્રમાં 80 માંથી 11 ડેમો અડધાથી પોણા ફૂટ સુધી ભરાયા

0
17

રાજકોટ. વરસાદની શરૂઆત થતાં જ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં 80 ડેમોમાંથી 11 ડેમો અડધાથી પોણા ફૂટ સુધી ભરાઈ ગયા છે. ભાદર, વેણુ-2, બ્રાહ્મણી અને વાંસલ સહિતના ડેમમાં અડધા ફૂટની આવક થઈ છે. જ્યારે જામનગરના ફોફળ 2 ડેમમાં 3 ફુટ નવા નીરની આવક થઈ છે. ગીરગઢડાનો દ્રોણેશ્વર ડેમ પહેલા વરસાદમાં જ ઓવરફ્લો થઇ ગયો છે.

દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ધોધમાર વરસાદના પગલે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં ડેમ નીચે આવતા 15 ગામોની પાણી સમસ્યાનો હલ થઈ ગયો છે. આમ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ધારંગડી, જીરા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધારંગડી ગામની શેલ નદીમાં પૂર આવ્યું છે. ધારીના ખોડિયાર ડેમમાં નવા નીરની આવક થઇ છે.

ભાદર નદીમાં આવતા નાના-મોટા ચેકડેમો છલકાયા
રાણપુરના નાગનેસ ગામે આવેલી ભાદર નદીમાં પૂર આવ્યું હતું. રાત્રીના રાણપુર અને ઉપરવાસ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નદીમાં પૂર આવતા ગામમાં જવા આવવાનો રસ્તો બંધ થયો હતો. દર વર્ષે નદીમાં પૂર આવતાની સાથે જ ગામનો રસ્તો બંધ થાય છે. પૂર આવતા નાના-મોટી નદીમાં આવતા ચેકડેમો છલકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here