ગુજરાત : કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર ચ રોડથી જ પ્રવેશ મળશે, અન્ય રસ્તા બંધ કર્યાં

0
9
  • કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4082, રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે
  • રાજ્યમાં એક જ દિવસમાં બીજીવાર કોરોનાના નવા 300થી વધુ દર્દી નોંધાયા
  • અમદાવાદમાં 234, સુરતમાં 31, વડોદરામાં 15, આણંદમાં 11, પંચમહાલમાં 4 કેસ નોંધાયા
  • રાજકોટમાં 3,નવસારીમાં 3 ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા
  • મહેસાણા, બોટાદ અને મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો 
  • 16 મોતમાં અમદાવાદમાં 9, વડોદરામાં 3, સુરતમાં 3 અને રાજકોટમાં 1 મોત સામેલ
  • 4082 દર્દીમાંથી 34 વેન્ટીલેટર પર, 3324ની હાલત સ્થિર, 527 ડિસ્ચાર્જ અને 197ના મોત
  • અત્યાર સુધીમાં 59488 ટેસ્ટ થયા, 4082 પોઝિટિવ અને 55046ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 93 દર્દી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 4082 નોંધાયા છે અને મૃત્યુઆંક 197એ પહોંચ્યો છે. તેમજ  527 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર ચ રોડથી જ પ્રવેશ મળશે. જ્યારે અન્ય રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.

દેશભરમાં કુલ પોઝિટિવ કેસોમાંથી ગુજરાતમાં 12.72% કેસ

કુલ કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 15.85%, ગુજરાતનો 12.72% અને દિલ્હીનો 12.62% છે. સૌથી વધુ કેસ 3 શહેરોમાં છે. મુંબઈમાં 11.62 %, અમદાવાદમાં 9.43%, દિલ્હીમાં 12.62 % છે. મધ્ય પ્રદેશનો હિસ્સો 5.87 % અને રાજસ્થાનનો 5.07 % છે.

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં 8900 જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.

કુલ દર્દી 4082 , 197ના મોત અને 527 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2777 137 263
વડોદરા 270 16 87
સુરત 601 22 40
રાજકોટ 58 01 16
ભાવનગર 43 05 21
આણંદ 71 03 23
ભરૂચ 31 02 16
ગાંધીનગર 38 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 10
પંચમહાલ 24 02 02
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13 00 06
કચ્છ 06 01 04
મહેસાણા 08 00 02
બોટાદ 20 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 11 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 06 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ  4082 197 527

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here