સરકાર આગામી 10 દિવસમાં વેક્સિનેશન શરૂ કરવાની તૈયારીમાં, દેશમાં 4 પ્રાઈમરી વેક્સિન સ્ટોર બનાવવામાં આવ્યા

0
6

વેક્સિનેશનને લઈને સારા સમાચાર છે. સરકાર આગામી 10 દિવસમાં વેક્સિનેશન શરૂ કરી શકે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું કે ડ્રાઈ રનથી મળેલા ડેટાના આધારે સરકાર 10 દિવસની અંદર વેક્સિનેશન શરૂ કરવાની તૈયારીમાં છે. તેઓએ જણાવ્યું કે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, કેમકે તેમનો ડેટા પહેલાં જ કોવિન વેક્સિન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમાં ફીડ કરી દેવામાં આવ્યા છે.

ભૂષણે જણાવ્યું છે. જે કરનાલ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં છે. આ ઉપરાંત દેશભરમાં 37 વેક્સિન સ્ટોર છે. અહીં વેક્સિન સ્ટોર કરવામાં આવશે અને આગળ તેનું વિતરણ થશે.

દેશમાં સંક્રમિતોના આંકડામાં જોરદાર ઘટાડો

વેક્સિનેશન ઉપરાંત કોરોનાના કેસને લઈને સારા સમાચાર પણ સામે આવી રહ્યાં છે. દેશમાં કોરોના સંક્રમિતોના આંકડામાં જોરદાર ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર 16 હજાર 278 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે, જ્યારે કે 29 હજાર 209 દર્દીઓ સ્વસ્થ થયા છે. 200 લોકોના મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 13 હજાર 140નો ઘટાડો નોંધાયો છે. 16 ડિસેમ્બર પછી આ સૌથી મોટો ઘટાડો છે. ત્યારે 15 હજાર 569 એક્ટિવ કેસ ઘટ્યા હતા.

દેશમાં અત્યાર સુધીમાં 1.03 કરોડ સંક્રમિતોની ઓળખ થઈ ગઈ છે. તેમાંથી 99.75 લાખ સ્વસ્થ થયા છે, જ્યારે 1.49 લાખ લોકો આ મહામારીથી જીવ ગુમાવી ચુક્યા છે. આ આંકડા covid19india.orgથી લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here