પાકિસ્તાનમાં વિપક્ષો એક થઈ જતાં PM ઈમરાન ખાને કહ્યું- બધા ડાકુઓ એક થઈ ગયા

0
0

પાકિસ્તાનમાં વિપક્ષો એક થઈ ગયા પછી વડાપ્રધાન ઈમરાન ખાન ગભરાઈ ગયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, ઈમરાન ખાને કહ્યું કે આ વિપક્ષોની નહીં, બધા જ ડાકુઓની એકતા છે. બધા બેકાર રાજનેતા એક જ સ્થળે ભેગા થઈ ગયા છે. આ લોકો ઈચ્છે એટલે જલસા-જુલુસ કરી લે, પરંતુ કાયદો તોડવા બદલ સીધા જેલમાં જશે. તે વીઆઈપી જેલ નહીં હોય. દેશ વિકાસ કરી રહ્યો છે, પરંતુ વિપક્ષને સરકાર ગબડાવી દેવી છે.

વકીલોના એક સંગઠનના કાર્યક્રમમાં ઈમરાને એમ પણ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સેનાને પંજાબ પોલીસ બનાવવા ઈચ્છતા હતા. તેઓ સત્તામાં હોત તો આઈએસઆઈને પણ કાબુમાં રાખવાનો પ્રયાસ કરે, તો પણ લડાઈ છેડાઈ જતી. એટલે જ કોઈ સેના વડાને શરીફ સાથે ના ફાવ્યું. બીજી તરફ, વિપક્ષના પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, પાકિસ્તાન હવે ઈમરાન ખાનનો બોજ સહન કરી શકે એમ નથી. પ્રજા ગભરાતી નથી, પરંતુ ઈમરાનને ગભરાવવાનો સમય આવી ગયો છે.

નોંધનીય છે કે, હાલમાં જ પાકિસ્તાનના વિપક્ષોએ એકજૂટ થઈને ઈમરાન વિરુદ્ધ આંદોલન કરવા પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ નામના સંગઠનની રચના કરી છે.

પાકિસ્તાનનું ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું મુશ્કેલ

પાકિસ્તાન માટે એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું મુશ્કેલ લાગી રહ્યું છે. એફએટીએફના એશિયા પેસિફિક ગ્રૂપે (એપીજી) પાકિસ્તાનને ‘એન્હાન્સ્ડ ફોલો અપ’ લિસ્ટમાં મૂકી દીધું છે. એપીજીએ કહ્યું છે કે, પાકિસ્તાને આતંકીઓનું ફંડિંગ રોકવાનો પ્રયાસ નથી કર્યો. આ અંગે બીજી વાર રેટિંગ ના થવું જોઈએ. પાકિસ્તાને એફએટીએફની 40 સિફારિશમાંથી ફક્ત બેનો સંપૂર્ણ અમલ કર્યો છે. પેરિસમાં 21-23 ઓક્ટોબર સુધી એફટીએફની બેઠક ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here