દહેગામ : શાકભાજીના ભાવ ગગડી જતા ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

0
38

દહેગામ તાલુકામા કોબી, ફુલાવર, મેથી ૮ થી ૧૦ રૂપીયે કીલોના ભાવે વેચાતા તાલુકાના ખેડુતોમા ભારે ચીંતાનુ મોજુ ફરી વડ્યુ. દહેગામ શાક માર્કેટમા બજારમા ૮ થી ૧૦ રૂપીયે કીલો ફુલાવર, કોબી વેચાય છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખેડુતો માથે જાણે આભ તુટી પડ્યુ હોય તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે આટલી કારમી મોઘવારીમા ખેડુતોએ ખેતીના પાકોમા ફુલાવર અને કોબીનુ બીયારણ મોઘુ લાવીને વાવેતર કરતા તેની સાથે ખાતર, પાણી અને મજુરી સાથે ખેડુતોએ પોતાના સંતાનની જેમ માવજત કરીને ખેતીમા રવી પાકોનુ વાવેતર કર્યુ હોય  અને આ પાકો તૈયાર થાય ત્યારે બજારમા વેચાતા આ શાકભાજીના ભાવ ગગડી જતા ખેડુતોને રાતા પાણીએ રડવાનો સમય આવી ગયો છે.

મહેનત કરીને દહેગામ તાલુકાના ખેડુતો ફુલાવર અને કોબી શાક માર્કેટમા વેચવા જાય ત્યારે તૈયાર થયેલ ફુલાવર અને કોબીના ભાવો ગગડી જતા ખેડુતોના ખર્ચા પણ માથે પડવાનો સમય આવી જવા પામ્યો છે તેમ છતા સરકાર ખેડુતોના શાકભાજીના ભાવ ટેકાના બાંધતા નથી તેથી ખેડુતોના શાકભાજી સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે અને બીજી બાજુ આજ કોબી, ફુલાવર, મેથી, ટામેટા દહેગામ શાકમાર્કેટમા ૧૦ રૂપીયે કીલોના ભાવે વેચાઈ રહ્યા છે તેથી આવી પરીસ્થિતીનુ નીર્માણ થતા ખેડુતોની ઉંઘ પણ હરામ થઈ જવા પામી છે. કારણ કે તૈયાર થયેલા શાકભાજી બજારમા મફતના ભાવે વેચાતા ખેડુતોને નફો તો ઠીક પરંતુ મુડી પણ બંદ બેસતી નથી તેથી ખેડુતોની હાલત દીવસે દીવસે કફોડી બની જવા પામી છે.

  • ખેડુતોએ ખેતી પાછળ કરેલા ખર્ચાઓ અને મોઘા બીયારણો, ખાતરો મજુરી કરીને ત્યારે શાકભાજી તૈયાર થાય ત્યારે ભાવ નહી આવતા ખેડુતોના જીવ પડીકે બંધાયા છે.
  • તો સરકારે આ બાબતે ખેડુતોની સમસ્યાનુ સમાધાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here