ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થતાં 7 દરવાજા ખોલાયા, આસપાસના ગામોને એલર્ટ કરાયા

0
8

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાવ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલ વરસાદને લઈ ડેમમાં પાણીની આવક થતા ડેમના સત્તાધીશો દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 7 દરવાજા ખોલી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમના સત્તાધીશો દ્વારા ડેમનું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી, 7 દરવાજા 6 ફૂટ ખોલી 85 હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ તાપી નદીની આસપાસ આવેલ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

હાલ ઉકાઈ ડેમની સપાટી 332.31 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 1,00,339 કયુસેક છે. તેની સામે 85,919 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે.

હવામાન વિભાગે શનિ અને રવિવારે રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમા ગઇકાલે 24 કલાકમાં 225 તાલુકામાં અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ આજે પણ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના શહેરોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 162 તાલુકામાં અડધાથી 3.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ અમદાવાદ, મહેસાણા, રાજકોટ જેવા શહેરોમાં મેઘ મહેર જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here