આસારામની ફરી એક વાર હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી

0
0

મોટેરા આશ્રમમાં સુરતની યુવતી પર દુષ્કર્મ કેસમાં જામીનની માગણી કરતી આસારામની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફરી એક વાર ફગાવી છે. આ પહેલા માર્ચ મહિમા જેલમાં કોરોનાનો ડર હોવાથી તેણે જામીનની માગણી કરી હતી જો કે આસારામનો ગુનો જઘન્ય હોવાથી તેની જામીન અરજી ફગાવવામાં આવી હતી.

આસારામ તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તેની ઉંમર હાલ ૮૪ વર્ષ છે અને વિવિધ બીમારીઓથી પીડાઇ રહ્યો છે. ઉંમર અને સ્વાસ્થયની પરિસ્થિતિ જોતા અત્યારે કોરોનાની મહામારીની અસર તેને પણ થાય તેવી શક્યતા છે. પરંતુ કોર્ટે બીજીવાર જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આસારામે 30 માર્ચના રોજ પણ જામીન માટે અરજી કરી હતી. જેને ફગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ આજે જે અરજી કરી છે તેમા પણ એક સરખા જ કારણો દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે અરજી રદ્દ કરવામાં આવી છે.

મોટેરા આશ્રમમાં સુરતની યુવતી સાથે દુષ્કર્મના કેસમાં વર્ષ ૨૦૧૩માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામ અને નારાયણ સાઇ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે સમયે આસારમા જોધપુર જેલમાં બંધ હોવાથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ગુજરાત લાવી તેની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here