ધર્મેન્દ્રનો ખુલાસો : આશા પારેખ સાથે શૂટિંગ પહેલાં ખાઈને આવતો હતો ડુંગળી કારણ કે..

0
69

નવી દિલ્હી : દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra)એ પોતાની ફિલ્મ આયે દિન બહાર કે (Aaye Din Bahaar Ke)ના શૂટિંગ વખતનો એક રસપ્રદ કિસ્સો શેયર કર્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ આશા પારેખ (Asha Parekh) સાથેની ફિલ્મના શૂટિંગ વખતે ડુંગળી ખાઈને શૂટ પર જતા હતા. ધર્મેન્દ્ર અને આશા પારેખ 1966માં આવેલી ફિલ્મ આયે દિન બહાર કેમાં સાથે જોવા મળ્યા હતા. આ કિસ્સાને યાદ કરીને ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે આશાજીની દરેક ફિલ્મ એ સમયે સુપરડુપર હિટ સાબિત થઈ હતી અને એટલે હું તેને જ્યુબિલી પારેખના નામે બોલાવતો હતો.

આ ઘટના સમયે ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે ”અમે દાર્જિલિંગમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને પેકઅપ પછી પ્રોડ્યુસર અને ક્રુ મેમ્બર્સ મોડી રાત સુધી પાર્ટી કરતા હતા અને ડ્રિન્ક પણ કરતા હતા. જોકે શરાબની દુર્ગંધ એટલી આવતી હતી કે હું શૂટિંગ વખતે ડુંગળી ખાઈને શૂટ પર પહોંચતો હતો. આશા પારેક આ વાતની ફરિયાદ કરતી હતી પણ મારી પાસે બીજો વિકલ્પ નહોતો.”

આ ઘટનાક્રમ વિશે વધારે માહિતી આપતા ધર્મેન્દ્રએ માહિતી આપી છે કે મેં જ્યારે આશા પારેખને ડુંગળી ખાવાની હકીકત જણાવી તો તેણે મારી પાસેથી શરાબ ન પીવાનો વાયદો લઈ લીધો હતો. મેં શૂટિંગ દરમિયાન બિલકુલ શરાબ નહોતી પીધી અને અમે બહુ સારા મિત્રો બની ગયા હતા. આશા પારેખ પણ ધર્મેન્દ્રની વાતને ટેકો આપ્યો હતો અને સ્વીકાર્યું હતું કે ધર્મેન્દ્રએ પોતાના વાયદાનું બરાબર પાલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here