રામ મંદિર માટે અષ્ટધાતુનો 2.1 ટન વજનનો ઘંટ,15KM દૂર સુધી અવાજ સંભળાશે

0
2

ઉત્તરપ્રદેશમાં કારીગરોની એક ટીમ અયોધ્યાના રામ મંદિર માટે 2.1 ટન (2100 કિલો ) વજનનો ઘંટ બનાવી રહી છે. ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના જાલેસરમાં હિન્દુ અને મુસ્લિમ કારીગરો મળીને આ કામને અંતિમ સ્વરૂપ આપવા માટે ઓતપ્રોત છે. કારીગરોનો દાવો છે કે આ ઘંટનો અવાજ 15 કિમી દૂર સુધી સાંભળી શકાશે. દાઉ દયાલ(50) આ અષ્ટધાતુ ઘંટના નિર્માણકાર્યમાં સંકળાયેલા છે. ઇકબાલ મિસ્ત્રી(56) પાસે તેની ડિઝાઇનિંગ, ગ્રાઇડિંગ અને પોલિશિંગની જવાબદારી છે. બન્નેએ જણાવ્યું કે તેઓ પહેલી વખત આટલા મોટા ઘંટના નિર્માણમાં જોડાયેલા છે.

ઘંટ બનાવવામાં 21 લાખ રૂપિયાનો ખર્ચો થશે. આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે એટામાં પહેલી વખત જનસભા કરવા આવ્યા હતા ત્યારે મિત્તલે તેમને 51 કિલોનો ઘંટ ભેંટ કર્યો હતો.