પંગા પછી કંગના રનૌતને મળવા ફિલ્મ ‘થલાઈવી’ નાં સેટ પર પહોંચી અશ્વિની અય્યર

0
26

બોલિવુડની ટોચની અભિનેત્રી કંગના રનૌતે હાલમાં જ અશ્વિની અય્યર નિર્દેશિત ફિલ્મ ‘પંગા’ માં જોવા મળી હતી. બન્નેની ફિલ્મને વિવેચકો દ્ધારા સારો પ્રિસાદ મળ્યો હતો, પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી નહોતી. ફિલ્મે અત્યાર સુધી 22 કરોડ સુધીની કમાણી કરી લીધી છે.

જો કે ફિલ્મને બોક્સ ઓફિસ પર ખરાબ રિસ્પોન્સ મળ્યો છતાં કંગના અને અશ્વિની વચ્ચે સારી બોન્ડિંગ છે. અને તેનાથી બન્નેનાં સબંધમાં કોઈ તકરાર જોવા મળી નથી.

હવે તાજેતરમાં અશ્વિની કંગાને મળવા તેની અપકમિંગ ફિલ્મ થલાઈવી’નાં સેટ પર પહોંચી હતી. અશ્વિનીએ આ મીટિંગનો ફોટો શેર કરતા લખ્યું છે કે કારણકે મારી આ મહેનતુ વ્યક્તિને પંગા માટે એક હગ જરૂરી હતું, તેથી તેણે સરપ્રાઈઝ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here