વડોદરા : રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ASI અરવિંદ થોરાટનું નિધન, કોરોનાને માત આપ્યા બાદ ફરી તબિયત લથડી હતી

0
2

વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માસ્ટરી ધરાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક સન્માનિત એવા ASI અરવિંદ થોરાટનું નિધન થતાં પોલીસબેડામાં ગમગીની છવાઇ ગઈ છે.

ખાનગી હોસ્પિટલમાં 2 દિવસની સારવાર બાદ મૃત્યુ
ASI અરવિંદ થોરાટને કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સ્વસ્થ હતા, પરત કંટ્રોલમાં ફરજ પર હાજર થયા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા બે દિવસથી સારવાર લઈ રહેલા અરવિંદ થોરાટનું નિધન થયું હતું. બનાવની જાણ થતાં પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત થયા હતા
વડોદરા શહેર પોલીસતંત્રમાં બજાવેલી ફરજો દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા 3 પોલીસ અધિકારી અને એક ASI સહિત 4 પોલીસકર્મીને તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટી, તત્કાલીન ACP અજય ગખ્ખર હાલમાં નિવૃત્ત છે. ACBના તત્કાલીન મદદનીશ નિયામક પી.આર. ગેહલોત અને હાલમાં શહેર પોલીસ તંત્રના માળખામાં અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અરવિંદ થોરાટનો સમાવેશ થયો હતો.

ચોરી સહિતના એક હજારથી વધુ ગુનાઓના ભેદ ઉકેલ્યા હતા
ASI અરવિંદ થોરાટે અત્યારસુધીમાં ચોરી સહિતના લગભગ એક હજારથી વધુ અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલ્યા હતા. ગુજરાત બહાર પુણેના હાઇપ્રોફાઈલ સહાની કિડ્નેપિંગ એન્ડ મર્ડર કેસ હોય કે પછી મધ્યપ્રદેશના મોસ્ટ વોન્ટેડ આરોપીને એકલે હાથે ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ASI અરવિંદના પિતા કે.આર. થોરાટ પણ PI રહી ચૂક્યા હતા. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટથી તેઓ બાળપણથી જ પ્રભાવિત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here