રાજકોટ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત-હત્યા કેસમાં દરરોજ રહસ્ય તાણાવાણા સર્જતા મુદ્દા બહાર આવી રહ્યા છે. ત્યારે ASI ખુશ્બુ કાનાબારના મૃતદેહને તેના વતન જામજોધપુર લાવવામાં આવ્યો હતો. ત્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમના ભાઈ અમરનાથ યાત્રાએ ગયા હોવાથી તેમના આવ્યા પછી શનિવારે અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમયાત્રા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતો. અંતિમયાત્રા સમયે મૃતક ખુશ્બુના માતા આઘાતથી બેભાન થઈ ગયા હતા અને પિતા પણ 2 વખત ઢળી પડ્યા હતા. પરિવારના આધારસ્તંભ સમાન પુત્રીના આકસ્મિત મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર અંતિમવિધિમાં ખુશ્બૂનો મિત્ર એટલે કે વિવેક કુછડીયા પણ હાજર રહ્યો હતો. જે સમગ્ર કેસમાં શંકાના દાયરામાં છે.
ASI વિવેક કુછડિયા પાસેથી ફ્લેટની બીજી ચાવી મળી
આ કેસમાં પોલીસને ખુશ્બુના સહકર્મી ASI વિવેક કુછડીયાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. વિવેક કુછડિયા ખુશ્બુનો બેચમેટ હતો અને પોલીસને તપાસમાં તેની પાસેથી ફ્લેટની બીજી ચાવી મળી આવી છે. પોલીસને આશંકા છે કે આ કેસ આપઘાતનો નથી પરંતુ હત્યાનો છે. પોલીસને શંકા છે કે વિવેક કુછડિયાની ભૂમિકા આ કેસમાં શંકાસ્પદ છે. આ સાથે જ સીસીટીવીની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ખુશ્બુના નિવાસ સ્થાને મોડીરાતે એક શંકાસ્પદ કારે આવનજાવન કર્યુ હતું. પોલીસને આ કાર ASI વિવેક કુછડિયાની હોવાની આશંકા છે.
સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે
પરિણીત રવિરાજસિંહ અને અપરિણીત ખુશ્બુના પ્રેમપ્રકરણમાં બંને એક નહીં થઇ શકે તે મુદ્દે બોલાચાલી થતાં મામલો હત્યા અને આપઘાત સુધી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. FSL પહોંચી તે પહેલા પોલીસે બંનેના મૃતદેહો મુળ સ્થિતિથી હટાવી દૂર કરી દીધા હતા. ખુશ્બુ આંતરવસ્ત્ર પહેરેલી હાલતમાં હતી. સ્પર્મ સહિતના સેમ્પલો FSLમાં મોકલાયા છે. ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે થયેલી વોટ્સઅપ ચેટ પણ કાઢીને ચેક કરવામાં આવી રહી છે.
Array
ASI-કોન્સ્ટેબલ રહસ્યમય મોત : જામજોધપુરમાં ખુશ્બુ કાનાબારની અંતિમવિધિમાં માતા બેભાન, પિતા ઢળી પડ્યાં
- Advertisement -
- Advertisment -