રાજકોટ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત-હત્યા કેસ બાદ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિર્ણય કર્યો છે કે તમામ નવનિયુક્ત ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચાશે. પહેલાં પોલીસ કમિશનરે નિર્ણય કર્યો હતો કે ડ્યૂટી સમાપ્ત થયા બાદ સર્વિસ રિવોલ્વર જમા કરાવવાની રહેશે. જોકે, હવે તેમણે તકેદારીના ભાગરૂપે તમામ ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચી છે. નિર્ણય બદલાતા નવનિયુકત ASIમાં કચવાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં હાલમાં 32 નવનિયુક્ત ASI ફરજ બજાવી રહ્યાં છે. જે તમામની રિવોલ્વર પરત ખેંચાઈ છે.
વિવેક કુછડીયા સાથે ખુશ્બુને ગાઢ મિત્રતા: શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની ભડાકે દીધેલી લાશ મળવાના ચકચારી પ્રકરણમાં રહસ્ય દિવસેને દિવસે ઘેરૂ બનતું જાય છે. ખુશ્બુ અને મૃતક રવિરાજસિંહને પ્રેમપ્રકરણ તો હતું જ પરંતુ તેના સાથી બેચના વિવેક કુછડીયા સાથે પણ ખુશ્બુને ગાઢ મિત્રતા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આવાસ ક્વાર્ટરમાં ખુશ્બુ જ્યા ભાડે રહેતી તેના ફ્લેટની એક ચાવી વિવેક કુછડીયા પાસે પણ રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Array
ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસ : CP મનોજ અગ્રવાલનો નિર્ણય: 32 નવનિયુક્ત ASIની રિવોલ્વર પરત ખેંચાઈ
- Advertisement -
- Advertisment -