સ્ટાફનું મોરલ વધારવા એશિયન પેઈન્ટ્સે પગાર વધારો કર્યો, HCL તેના કર્મચારીઓનો પગાર કાપશે નહી અને બોનસ પણ આપશે

0
10

નવી દિલ્હી. કોરોના વાયરસની અસર દેશની તમામ કંપનીઓને થઈ છે. જેના કારણે અનેક કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે અથવા તો પગારમાં કાપ મૂકી રહી છે. તેનાથી વિપરીત હિન્દુસ્તાન કમ્પ્યુટર લિમિટેડે (HCL) નક્કી કર્યું છે કે તે તેના 1.50 લાખ કર્મચારીઓના પગારમાં ઘટાડો કરશે નહીં. ઉપરાંત, બધાને ગત વર્ષનું બોનસ પણ આપશે. આવી જ રીતે દેશની સૌથી મોટી કલર કંપની એશિયન પેઈન્ટ્સે વર્તમાન સંજોગોમાં પોતાના સ્ટાફનું મનોબળ વધારવા માટે પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

સાચા નેતૃત્વનું ઉદાહરણ બનાવાનો સમય છે: અમિત સિંગલ

એશિયન પેઈન્ટ્સના એમડી અને સીઈઓ અમિત સિંગલે એક અંગ્રેજી અખબારને ઈન્ટરવ્યૂ કહ્યું કે, આપણે સાચા નેતૃત્વ અને તેના સંગઠનનું ઉદાહરણ બનવું પડશે જે તેના તમામ સહયોગીઓની સંભાળ રાખે છે. હું આવી બધી પહેલ પર નિયમિત રૂપે બોર્ડને અપડેટ કરું છું અને આ કાર્યવાહી માટે તેમની મંજૂરી મળી ગઈ છે. હું આને દરેક કર્મચારી સાથે વાત કરી અને અનિશ્ચિતતાના બજારમાં તેમની ચિંતાઓને ઘટાડવાની મોટી તક તરીકે જોઉં છું. આપણે નોકરી પર રાખવા અને કાઢી નાખવાના વ્યવસાયમાં નથી. કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના કોરોના ફંડમાં રૂ. 35 કરોડ આપ્યા છે અને ગુજરાતમાં તે સેનિટાઈઝર બનાવીને પણ આપી રહ્યું છે.

બોનસ એ કર્મચારીઓની 12 મહિનાની મહેનતનું પરિણામ છે

HCLના ચીફ હ્યુમન ઓફિસર અપ્પારાવ વીવીએ કહ્યું કે, અમારું માનવું છે કે અમે કર્મચારીઓને જે બોનસ આપી રહ્યા છીએ તે તેમના છેલ્લા 12 મહિનાના કાર્યનું પરિણામ છે અને અમે અમારા લોકોને જે વચન આપ્યું છે તે પૂર્ણ કરીશું. 2008ની મંદી દરમિયાન પણ કોઈ કર્મચારીનો પગાર કાપવામાં આવ્યો ન હતો અને અમે હજી પણ તે જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ.

જુલાઈમાં પગાર અને પ્રમોશનનો નિર્ણય લેશે

આ અગાઉ HCLના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પ્રતિક અગ્રવાલે કહ્યું હતું કે આ સમયે અમે લોકો માટે પહેલેથી આપેલી ઓફરનો સન્માન કરવા માંગીએ છીએ. કર્મચારીઓના પગારમાં વધારો અને બઢતી અંગેનો નિર્ણય આગામી ક્વાર્ટરમાં લેવામાં આવશે. અમારી પાસે હમણાં જુલાઈની સાયકલ છે, અમે હમણાં જ તેના વિશે કોઈ કોલ લઈ રહ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here