Monday, September 20, 2021
Home'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના અસિત મોદીએ મુંબઈની બહાર ગુજરાતના વાપીના...
Array

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના અસિત મોદીએ મુંબઈની બહાર ગુજરાતના વાપીના રિસોર્ટમાં શૂટિંગ શરૂ કર્યું

મહારાષ્ટ્રમાં લૉકડાઉન બાદ અનેક ટીવી શોના પ્રોડ્યૂસર્સ અલગ-અલગ શહેરમાં જઈને શૂટિંગ કરી રહ્યાં છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મેકર્સે 15 દિવસ સુધી શૂટિંગ કર્યું નહોતું. પ્રોડ્યૂસર્સ પાસે એટલા એપિસોડ બેંકમાં હતા. હવે, અસિત મોદીએ મુંબઈની બહાર ગુજરાતના વાપીના રિસોર્ટમાં શૂટિંગ શરૂ કર્યું છે.

બાયો બબલમાં રહીને શૂટિંગ ચાલુ કર્યું
ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું કે આખી ટીમની સાથે તેઓ મુંબઈની બહાર વાપી સ્થિત એક રિસોર્ટમાં બાયોબબલમાં રહીને શૂટિંગ કરી રહ્યાં છે. કોઈ પણ બહારની વ્યક્તિ અંદર આવી શકશે નહીં. પૂરી ટીમ તમામ તૈયારી સાથે અહીંયા આવી છે. જો મુંબઈથી કોઈ કલાકાર કે પછી ક્રૂ કે પ્રોડક્શનનો કોઈ મેમ્બર વાપી આવે છે તો તેણે સૌ પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. તે નેગેટિવ આવે તો જ તે અહીંયા આવી શકશે.

કલાકારો જાતે નાના-મોટા કામ કરે છે
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તે અને આખી ટીમ સાથે મળીને એકબીજાને સપોર્ટ કરે છે. સેટ પર બહુ જ ઓછા ક્રૂ મેમ્બર્સ રાખવામાં આવ્યા છે. નાના-મોટા કામો તમામ કલાકારો જાતે જ કરી રહ્યાં છે. તેમનો પરિવાર મુંબઈમાં છે. જોકે, તે શોના કલાકારો સાથે વાપીમાં છે. આ પણ તેમનો પરિવાર છે અને તે બધાનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમણે રોજમદાર વર્કર્સનું પણ ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં તેઓ અવઢવમાં હતા કે તે શૂટિંગ માટે રાજ્ય બહાર જાય કે નહીં. જોકે, ટીમે જ તેમને મોટિવેટ કર્યાં હતાં.

આ સમયે હસવું જરૂરી છે
અસિત મોદી માને છે કે આ મુશ્કેલ સમયમાં હાસ્ય તથા ખુશીઓનું શૅરિંગ સૌથી મહત્ત્વનું છે. લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોઈને હસી રહ્યાં છે. તેમની આ જવાબદારી છે કે તેઓ શૂટિંગ ચાલુ રાખે. હાસ્ય એ સૌથી ઉત્તમ દવા છે. ભગવાને તેમને આ જવાબદારી આપી છે અને તે હિંમત સાથે રિસોર્ટમા શૂટિંગ કરે છે. મનોરંજન ક્યારેય બંધ નહીં થાય.

નટુકાકા જરૂરથી પાછા આવશે, પરંતુ હાલમાં તે ઘરે રહે તે જરૂરી છે
થોડાં સમય પહેલાં અસિત મોદીએ કહ્યું હતું, ‘નટુકાકા સીનિયર સિટીઝન છે અને હાલમાં જ બીમારીમાંથી સાજા થયા છે. હાલના સંજોગો પ્રમાણે અમને લાગે છે કે તે ઘરે જ રહે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. જ્યારે પરિસ્થિતિ સારી થશે ત્યારે અમે તેમને ચોક્કસથી પાછા લાવીશું. તે જ રીતે પોપટલાલના લગ્ન મહત્ત્વના છે, પરંતુ હાલના સંજોગોમાં આ ટ્રેકમાં રાહ જોવી પડે તેમ છે.’

લાગે છે કે હું જ દયાબેન બની જાઉં
અસિત મોદીને જ્યારે દયાભાભી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, ‘મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છે. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. જોકે, હાલમાં દયાબેન પરત આવશે કે નહીં, પોપટલાલના લગ્ન થશે કે નહીં તે વાત મહત્ત્વની નથી. વાસ્તવમાં આ રોગચાળામાં અન્ય બીજા પ્રશ્નો વધારે મહત્ત્વના છે. આ તમામ બાબતોમાં રાહ જોઈ શકાય તેમ છે. અમે વિચારીએ છીએ કે સેફ્ટી પ્રોટોકોલ્સ સાથે શૂટિંગ ચાલુ રાખીએ, જેથી તમામનું ઘર ચાલતું રહે. જો અમને બાયોબબલમાં શૂટિંગ કરવાની પરવાનગી આપે તો તે વધારે અસરકારક છે. મને આ ફોર્મેટમાં કામ કરવું પસંદ છે.’

મહારાષ્ટ્રમાં લૉકડાઉન થતાં આ શોનું શૂટિંગ મુંબઈ બહાર થઈ રહ્યું છે

શો શૂટિંગ લોકેશન
કુમકુમ ભાગ્ય ગોવા
ઈમલી હૈદરાબાદ
આપકી નઝરો ને સમજા ગોવા
સાથ નિભાના સાથિયા 2 ગુજરાત
ગુમ હૈ કિસી કે પ્યાર મેં દિલ્હી
હમારી વાલી ગુડ ન્યૂઝ હરિયાણા
ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી સુરત
ઇન્ડિયન આઈડલ 12 ં દમણ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments