GSSSBની પરીક્ષા રદ્દ કરાઈ અને અધ્યક્ષ જ અજાણ! અસિત વોરાનું ચોંકાવનારૂ નિવેદન

0
39

Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા 20 ઓક્ટોબરે યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ અંગે GSSSBના અધ્યક્ષ અસિત વોરાએ જણાવ્યું હતુ કે, મને આ પરિક્ષા રદ્દ થવા અંગે કંઈ જ જાણ નથી. કોલ લેટર નિકળ્યા બાદ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે પરીક્ષા રદ્દ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

  • ખુદ આયોગના અધ્યક્ષ જ નિર્ણયથી અજાણ
  • આ પરીક્ષા 3,053 બેઠકો માટે યોજાવાની હતી
  • 10.45 લાખ પરીક્ષાર્થીઓના ભવિષ્યનો સવાલ

GSSSBના અધ્યક્ષ અસિત વોરાએ મોટું નિવેદન આપ્યું છે. પરીક્ષા રદ થવા મુદ્દે અસિત વોરાએ પણ કહ્યું કે, મને ખબર જ નથી કે પરીક્ષા શા માટે રદ થઇ છે. પરીક્ષા રદ થવા બાબતે હું અજાણ છું.

બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની ભરતી 3100થી વધુ જગ્યાઓ માટે 20 ઓક્ટોબરે પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષા 3,053 બેઠકો માટે યોજાવાની હતી. જેમાં કુલ 10,45,000 ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. 33 જિલ્લાના 3100 થી વધારે પરિક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાનાર હતી. ત્યારે પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને કેમ પરીક્ષા રદ કરાઇ તેનું કારણ જણાવા માંગ કરી છે.

12 લાખથી વધારે પરિક્ષાર્થીએ ભર્યા હતા ફોર્મ
ફોર્મ ભર્યાના એક વર્ષ બાદ પરીક્ષા લેવાઇ રહી હતી પણ રદ્દ થઈ જાત વિદ્યાર્થીઓ નિરાશ થયા હતી. લાખો પરિક્ષાર્થી એક વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અનેક આશાસ્પદ યુવાનોના સપના ધૂળઘાણી થઇ ગયા છે. અગાઉ પણ અનેક પરીક્ષા આ રીતે રદ કરવામાં આવી છે.

થોડા સમય પહેલ એલઆરડીમાં પરીક્ષામાં ફૂટ્યુ હતું પેપર
પરીક્ષા રદ કરી પણ કોઇ કારણ ન આપતા પરીક્ષાર્થીઓમાં અને ક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું પરીક્ષામાં ફરીવાર LRDની જેમ કોંભાડ થયું ? LRDની જેમ પેપર ફૂટ્યુ તો નથી ? ગૌણ સેવા પસંદગી મંડળ શા માટે મૌન છે ?ભુતકાળમાં સરકારના દાવાનું શું થયું ? અગાઉ ટાટ, LRD, વન સંરક્ષકની પરીક્ષા રદ કરાઈ હતી. શું ગુજરાતના યુવાનો આ રીતે ભોગ બનતા રહેશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here