Sunday, February 16, 2025
Homeમેરેજ સર્ટિફિકેટ માંગ્યું તો કહ્યું- ફરીથી લગ્ન કરો તો જ મળશે, પછી...
Array

મેરેજ સર્ટિફિકેટ માંગ્યું તો કહ્યું- ફરીથી લગ્ન કરો તો જ મળશે, પછી અધિકારીઓના થયા કઈંક આવા હાલ!

- Advertisement -

કેરળના મેરેજ રજિસ્ટાર ઓફિસમાં ચાર કર્મચારીઓએ એક પરિણીત કપલ સાથે કરેલ મજાક બહુ મોંઘી પડી છે. આ કપલ તેમનું મેરેજ સર્ટિફિકેટ લેવા ગયું તો, આ અધિકારીઓએ તેમને કહ્યું કે, ફરીથી લગ્ન કરી લો, પછી જ સર્ટિફિકેટ મળશે.

કેરળના નોંધણી મંત્રી જી. સુધાકરનને આ અંગે ખબર પડતાં જ તરત જ તેમણે ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપી રિપોર્ટ મળતાં જ આ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. મધુસૂદન નામની વ્યક્તિએ 27 ફેબ્રુઆરી, 2003માં યોગ્ય નીતિ-નિયમોથી લગ્ન કર્યાં હતાં અને 16 જૂને તેમને સર્ટિફિકેટની જરૂર પડતાં કોઝિકોડની મુક્કોમમાં સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં કૉપી લેવા આવ્યા હતા.

જૂના રેકોર્ડ્સ શોધવા ન પડે એ માટે રજિસ્ટાર ઓફિસના કર્મચારીઓએ તેમને ફરીથી લગ્ન કરવા કહ્યું, જેથી તરત જ સર્ટિફિકેટ આપી શકાય

નોંધણી મંત્રીએ તેમની એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, આવો દુર્વ્યવહાર અને મજાક ક્યારેય સહન ન કરી શકાય. સર્ટિફિકેટ એ જ દિવસે આપી શકાયું હોત, છતાં તેમને ત્રણ દિવસો સુધી ધક્કા ખવડાવ્યા અને આ દરમિયાન તેમની બહુ મજાક પણ ઉડાવી. આ દરમિયાન મધુસૂદનને કોઇ કારણા વગર ખૂબ અપમાનનો પણ સામનો કરવો પડ્યો. જેથી આ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular