વિશાખાપટ્ટનમ દુર્ઘટના : નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ગેસ લીક કેસની તપાસ માટે કમિટિની રચના કરી, એલજી પોલિમર્સને 50 કરોડ રૂપિયા જમા કરવવા માટે કહ્યું

0
7

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂમનલે વિશાખાપટ્ટનમ ગેસ લીક કેસમાં શુક્રવારે સુનાવણી કરી હતી. ટ્રિબ્યૂનલે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રી ઈન્ડિયાને ગેસ લીકથી થયેલા નુકસાન અવેજમાં પ્રાથમિક ધોરણે 50 કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે જમા કરાવવા માટે કહ્યું છે. આ સાથે જ આ કેસની તપાસ માટે પાંચ સભ્યોની કમિટિની રચના પણ કરવામાં આવી છે. જેનું નેતૃત્વ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ કરશે. ટ્રિબ્યૂનલે એલજી પોલિમર્સ, પર્યાવરણ મંત્રાલય અને કેન્દ્રીય પ્રદુષણ બોર્ડને પણ નોટિસ  મોકલી છે.

આ સુનાવણી આંધ્રપ્રદેશના એક એનજીઓએ કરેલી અરજી બાદ કરાઈ હતી. એનજીઓએ આ કેસની તપાસ હાઈ લેવલ કમિટિ પાસે કરાવવાની માંગ કરી હતી. તો બીજી બાજુ ગૃહ મંત્રાલયે ગુરુવાર રાતે ફરીથી પ્લાન્ટમાંથી ગેસ લીક થવાની વાત અંગે સ્પષ્ટતા આપી હતી. કહ્યું કે, આ સામાન્ય ટેકનીકલ લીક હતું. કન્ટેનરને નિયંત્રણમાં લાવવા માટે તેની જરૂર પડે છે. ગેસની અસરને ઓછી કરવાની પ્રક્રિયા પહેલાથી ચાલી રહી છે. સ્થિતિ કાબુમાં છે.

પોલીસે કહ્યું- ફરી ગેસ લીક થયો નથી

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક બાદ ગુરુવાર રાતે 11.30 વાગ્યે ફરી ગેસ લીક થયો હોવાના સમાચાર મળ્યા હતા. જો કે, પોલીસનો દાવો છે કે ગેસ લીક થયો ન હતો. વિશાખાપટ્ટનમના પોલીસ કમિશનર આર કે મીણાનું કહેવું છે કે સતર્કતાના ભાગ રૂપે 2 કિમીના અંતરમાં ગામને ખાલી કરાવાઈ રહ્યા છે. અફવા પર ધ્યાન ન આપશો. ઘટનાસ્થળથી 2 કિમી દૂરના લોકોને ઘરની બહાર આવવાની જરૂર નછી. આ પહેલા બુધવારે રાતે 2.30 વાગ્યે ગેસ લીક થયો હતો.

ઘણા લોકો બેભાન થઈને પડ્યા હતા

ગેસ 4 કિમીના વિસ્તારમાં આવનારા પાંચ ગામમાં ફેલાયો હતો. આનાથી 2 બાળકોના મોત થયા હતા. બુધવારે સવારે સ્થિતિ એકદમ બગડી ગઈ હતી. લોકોના ઘર સુધી ગેસ ફેલાયો હતો. લોકોને બેચેની, શ્વાસ લેવામાં તકલીફ, ઊલટી થવા બાદ ઊંઘ ઉડી ગઈ હતી. ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. ગુરુવાર સવાર સુધી વેંકટપુરમ ગામથી આ પ્રકારની તસવીરો સામે આવતી રહી હતી. ઘણા લોકો ઊભા ઊભા બેભાન થઈને પડતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here