Thursday, April 18, 2024
Homeઅમદાવાદ : કાર ડિટેઇન કરવાનું કહેતાં મહિલાએ પોલીસ કોન્સ્ટેબલને લાફો ઝીંકી દીધો
Array

અમદાવાદ : કાર ડિટેઇન કરવાનું કહેતાં મહિલાએ પોલીસ કોન્સ્ટેબલને લાફો ઝીંકી દીધો

- Advertisement -

અમદાવાદ. રાણીપમાં કારમાં જતી મહિલાને પોલીસે રોકીને કાગળો માગતા તેણે મહિલા પીએસઆઈ સાથે મારામારી કરી હતી. તેમજ એક પોલીસ કર્મચારીને લાફા મારી શર્ટનો કોલર ખેંચીને બટન તોડી નાખ્યા હતા અને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. બલોલનગર ચાર રસ્તા પાસે ફરનાશ યસદી દીનશાવ નામની કાર ચાલક મહિલાને પોલીસે રોકતા તેની પાસે ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસે કાર ડિટેઈન કરવા કહ્યું હતું, જેથી તે ઉશ્કેરાઈ હતી અને ગાડી બહાર આવી પોલીસ કર્મચારી દશરથભાઇને લાફા મારી દીધા હતા, જેથી શી ટીમની મહિલા પોલીસ કર્મચારી તેમજ પીએસઆઈ સોલંકી તેને રોકવા જતા મહિલાએ પીએસઆઈ કે.એન.સોલંકી સાથે પણ ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી કે આજે વરદી ફાડી છે, પરંતુ હવે વરદી ઊતારી નખાવીશ.

કોરોના ટેસ્ટ માટે સિવિલ મોકલાઈ

રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.ખાંભલાએ જણાવ્યું હતું કે ફરનાશ વિરુદ્ધ પોલીસ સાથે મારામારી કરવા ઉપરાંત ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ફરનાશને લઇને પોલીસ સ્ટેશન આવી હતી. પરંતુ તેનો કોરોના ટેસ્ટ કરાવવા તેને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપાઈ છે.

‘મહિલા મૂળ મુંબઈની છે’

રાણીપ પીઆઈ ખાંભલાએ જણાવ્યું હતું કે, ફરનાશ મૂળ મુંબઈની રહેવાસી હતી, પરંતુ તેને પતિ સાથે મનમેળ નહીં રહેતા છૂટાછેડા લઇને અમદાવાદ રહેવા આવી ગઇ હતી. હાલમાં ફરનાશ ન્યૂ રાણીપમાં એકલી જ રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular