Saturday, July 20, 2024
HomeગુજરાતGUJARAT: અસલાલીમાં હોકીના ફકટા મારી યુવકના બન્ને પગ તોડી નાંખ્યા

GUJARAT: અસલાલીમાં હોકીના ફકટા મારી યુવકના બન્ને પગ તોડી નાંખ્યા

- Advertisement -

અસલાલીમાં ત્રણ વર્ષ જૂની તકરારની અદાવતમાં આરોપીએ શ્રમજીવી યુવકને ધંધુકા જવાનું કહીને લાંભા ખાતે બોલાવ્યો હતો અને કારમાં ઉપાડી જઇને અસલાલી ખાતે યુવકને ઢોર મારીને પગે હોકીના ફટકા મારીને બન્ને પગ તોડી નાંખ્યા હતા. ગંભીર હાલતમાં યુવક એલ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ છે. અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇસનપુર ચંડોળા તળાવ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે અસલાલી પોલીસ સ્ટેશનમાં વટવા ખાતે રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ અસલાલી ખાતે ત્રણ વર્ષ પહેલા ટ્રાન્સપાર્ટમાં  નોકરી કરતા હતા ત્યારે તકરાર થઇ હતી. જેની અદાવત પાર પાડવા માટે આરોપીઓએ ફરિયાદી યુવકને ધંધુકા જવાનું કહીને લાંભા ખાતે બોલાવ્યો હતો.યુવક ગઇકાલે સાંજે ત્યાં ગયો હતો અને આરોપીઓ તેને કારમાં બેસાડીને અસલાલી લઇ ગયા હતા અને તકરાર કરીને મારા મારી કરીને હોકી તથા લોખંડની ટોલીવરથી ઢોર માર માર્યો હતો અને બન્ને પગે હોકીના ફટકા મારીને બંને પગના નડા તોડીને લોહી લુહાણ કર્યો હતો. ગંભીર હાલતમાં યુવક એલ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ છે. અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular