સુરત : ગણેશ ઉત્સવની સાથે સાથે ટ્રી પ્લાન્ટેશનની મુવમેન્ટમાં જોડાવા હાંકલ કરાઈ

0
0

હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ટ્રી ગણેશાની સ્થાપ્ના કરવામાં આવે છે. ‘ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વન’મુવમેન્ટ અંતર્ગત ગણેશોત્સવ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવે છે. અલગ અલગ થીમ પ્રમાણે ઉજવણી કરવાની સાથે પર્યાવરણ બચાવવાની હાંકલ કરવામાં આવી છે.

ઉત્સવની પર્યાવરણની રક્ષા

ટ્રી ગણેશામાં વૃક્ષમાં જ ગણેશજીની સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન પર્યાવરણ જાગૃતિના કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે ‘ટ્રી ગણેશા’ની ઉજવણી જુદી રીતે કરવામાં આવશે. સંસ્થાના વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોને અરજ કરી છે. જો દરેક ભારતીય ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરની પાસે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ માત્ર એક વૃક્ષ રોપશે તો પણ આપણે બધા ભારતીયો દુનિયાને એ પુરવાર કરી આપીશું કે આ ઉત્સવ દરમિયાન આપણે પર્યાવરણના ક્ષેત્રમાં કેવી મોટી અસર ઊભી કરી શકીએ છીએ.

વિદેશમાં વસતા ભારતીઓમાં પણ ઉત્સાહ

વૃક્ષારોપણ માટે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી ‘ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વન’ મુવમેન્ટ શરૂ કરી છે, જેને આપણા દેશની સાથે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં વસતા ભારતીયોએ વધાવી લીધી હતી અને તેમણે પણ મોટી સંખ્યામાં આ ચળવળ સાથે જોડાવાની બાંયધરી આપી હતી. ટ્રી પ્લાન્ટેશનની આ ગ્લોબલ ચળવળમાં જોડાવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રજિસ્ટર કરીને ભારતીયોએ ગણેશ ઉત્સવ દરમિયાન એક વૃક્ષ રોપવા માટેની તૈયારી દાખવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here