આસામ : મુખ્યમંત્રી સોનોવાલની હાજરીમાં 8 પ્રતિબંધિત સંગઠનોના 644 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું

0
14

ગુવાહાટી: આસામના 8 પ્રતિબંધિત સંગઠનોના 644 ઉગ્રવાદીઓએ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં ગુરુવારે આત્મસમર્પણ કર્યું છે. ઉગ્રવાદીઓએ 177 હથિયાર પોલીસને જમા કરાવ્યા છે. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે આ વાતનો ખુલાસો કર્યો છે. મહંતે કહ્યું છે કે, આજનો દિવસ આસામ સરકાર અને પોલીસ માટે ખાસ છે.

સરન્ડર કરનાર સભ્યો યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા), નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (NDFB), આરએનએલએફ, કેએલઓ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી), નેશનલ સંથાલ લિબરેશન આર્મી (NSLA), આદિવાસી ડ્રેગન ફાઈટર (ADF) અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ બંગાળી (NLFB)ના સભ્યો છે.

આ મહિને જ NDFB સાથે સરકારે શાંતિ સમજૂતી કરી હતી
આ મહિનાની શરૂઆતમાં જ NDFBએ સરકાર સાથે તેમનું અભિયાન બંધ કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરી હતી. સમજૂતી પ્રમાણે NDFB મુખિયા બી. સાઓરાઈગવરા સહિત દરેક ઉગ્રવાદી હિંસક પ્રવૃતિઓ રોકશે અને સરકાર સાથે શાંતિ વાર્તામાં સામેલ થશે. ત્રિપક્ષીય સમજૂતીમાં NDFB, કેન્દ્ર સરકાર અને આસામ સરકાર સામેલ હતા. સાઓરાઈગવરાની સાથે NDFBના ઘણાં સક્રિય સભ્યો 11 જાન્યુઆરીએ મ્યાનમારથી ભારત આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here