આસામ : CAA વિરુદ્ધ પ્રદર્શન બાદ મોદી પહેલી વખત ગુવાહાટી પહોંચ્યા, કોકરાઝારમાં બોડો સમજૂતીની ઉજવણીમાં ભાગ લેશે

0
14

ગુવાહાટીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડો સમજૂતી બાદ શુક્રવારે પહેલી વખત આસામની મુલાકાત માટે ગુવાહાટી પહોંચી ગયા છે. અહીંયા તેઓ બોડો બાહુલ્ય કોકઝારમાં સમજૂતીની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ જનસભાને સંબોધશે. પૂર્વોત્તર ખાસ કરીને આસામમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોટી પાયે દેખાવો થયા હતા. આ સાથે જ ગત મહિને વડાપ્રધાન મોદીનો આસામ પ્રવાસ રદ થયો હતો. CAAના વિરોધમાં દેખાવો બાદ પણ તેમનો આ પહેલો પ્રવાસ છે.

મોદીએ ગુરુવારે ટ્વીટમાં બોડો સમજૂતીનો ઉલ્લેખ કરતા લખ્યું કે, હવે આસામમાં શાંતિ અને વિકાસનો નવો રસ્તો ખૂલી ગયો છે. છેલ્લા દિવસોમાં આસામા સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પ્રતિબંધિત નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ(NDFB) વચ્ચે દિલ્હીમાં ત્રિપલ કરાર થયો હતો. જેના હેઠળ 150 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જે લગભગ 50 વર્ષથી અલગ બોડોલેન્ડની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સંઘર્ષમાં 4 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here