અસમ : કોરોનાના દર્દીનું મોત થતાં પરિજનોએ જૂનિયર ડૉક્ટર સેઉજ કુમાર સેનાપતિને ઢોરની જેમ માર્યો માર

0
3

ડૉક્ટરને માર મારતો આ વીડિયો અસમના હોજાઈ જિલ્લાનો છે. અહીં કોરોનાના દર્દીનું મોત થતાં તેના પરિજનો રોષે ભરાયા હતાં. ત્યારબાદ તેમણે કોવિડ હૉસ્પિટલમાં હાજર જૂનિયર ડૉક્ટર સેઉજ કુમાર સેનાપતિને ઢોરની જેમ માર માર્યો હતો. એટલું જ નહીં આ નિંદનીય ઘટનાનો વીડિયો પણ મૃતક દર્દીના પરિજનોએ બનાવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાંચ-છ લોકો ડૉક્ટરને ઘેરીને વારાફરતી પાટુ મારી રહ્યા છે. એટલામાં અન્ય બે યુવક સ્ટીલનું બકેટ લઈને ડૉક્ટરને મારવા લાગે છે.

આ દરમિયાન ડૉક્ટર આજીજી કરે છે, પણ છતાં તેને મૃત દર્દીના પરિજનો સારવણીથી પણ મારવા લાગે છે. કેટલાક યુવકો ડૉક્ટરને પકડી બહાર મારતાં-મારતાં બહાર લઈ જાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં ડૉક્ટર સેઉજ ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ ઘટના સામે આવ્યા પછી પોલીસે ફરિયાદ નોંધી 24 આરોપીની ધરપકડ કરી છે. તો આસમના ડૉક્ટરોએ કાળી પટ્ટી બાંધી આ ઘટનાનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત IMAએ અસમના ગૃહમંત્રીને ચિઠ્ઠી લખી ડૉક્ટરની સુરક્ષા વધારવા માગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here