અમેરિકા : ન્યુયોર્કના લક્ઝરી એપાર્ટમેન્ટમાં બાંગ્લાદેશી મૂળના CEOની હત્યા, ઇલેક્ટ્રિક આરીથી ટુકડા કરાયેલી લાશ મળી

0
7

ન્યુયોર્ક. મંગળવારે ન્યૂયોર્ક સ્થિત લક્ઝરી એપાર્ટમેન્ટમાંથી બાંગ્લાદેશી મૂળની બે કંપનીઓના CEO ફહિમ સાલેહનો મૃતદેહ મળી આવ્યો હતો. ફહિમની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. તેના શરીરના ટુકડા એપાર્ટમેન્ટના જુદા જુદા ભાગોમાં વેરવિખેર મળ્યા હતા. ઘટના સ્થળેથી ઇલેક્ટ્રિક આરી પણ મળી છે. માનવામાં આવે છે કે લાશને ટુકડા કરી દેવામાં આવી હતી. પોલીસ તેને ધંધાકીય દુશ્મનાવટ સંબંધિત કેસ માને છે.

બહેન આવી ત્યારે હત્યાનો ખુલાસો થયો

ન્યુયોર્ક ટાઇમ્સ અનુસાર, ફહિમની બહેન મંગળવારે બપોરે તેના એપાર્ટમેન્ટમાં આવી હતી. પોલીસને શંકા છે કે હત્યારો ત્યારે ઘરમાં જ હતો કેમકે ઇલેક્ટ્રિક આરી લાશની બાજુમાં ચાલુ હાલતમાં મળી હતી. જોકે, શંકાસ્પદ બીજા દરવાજેથી નાસી છૂટયો હતો. પોલિથીન બેગમાંથી માથાના અને શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. ધડ, માથું, પગ અને હાથ કાપીને અલગ કરી દેવામાં આવ્યા હતા. સાલેહની બહેને જણાવ્યું હતું કે, તે તેના ભાઈને મળવા આવી હતી કારણ કે ફહિમ ફોન ઉપાડતો ન હતો.

ફહિમ ધનિક ઉદ્યોગપતિ ગણાતો હતો

સાલેહ એક નાઇજિરિયન રાઇડિંગ અને ડિલિવરી એપ્લિકેશન કંપનીનો CEO હતો. આ સિવાય તે બાંગ્લાદેશમાં ‘પાથો’ નામની આવી જ એક કંપની ચલાવતો હતો. તે યુવા અને ધનિક ઉદ્યોગપતિઓમાં ગણાતો હતો. જે એપાર્ટમેન્ટમાં તેની હત્યા કરવામાં આવી હતી તેની કિંમત આશરે 22 લાખ ડોલર હોવાનું મનાય છે.

CCTVમાં સાલેહ સાથે શંકાસ્પદ દેખાયો

પોલીસે કેટલાક CCTV ફૂટેજ કબજે કર્યા છે. આમાંના એક ફૂટેજમાં, સાલેહ લિફ્ટ પર દેખાય છે. સાથે, અન્ય વ્યક્તિ બ્લેક સુટમાં દેખાય છે. તેણે માસ્ક અને મોજા પહેર્યા છે. પોલીસને શંકા છે કે હત્યારો ફહિમ સાથે નજીકનો અને પરિચિત હતો. આ મામલો વ્યવસાયિક દુશ્મનાવટ સાથે જોડવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખૂની પ્રોફેશનલ હતો અને તે એપાર્ટમેન્ટના દરેક ભાગથી પરિચિત હતો. તે શબને પોતાની સાથે લઇ જવા માંગતો હતો, પરંતુ આ કાવતરું ફહિમની બહેને નિષ્ફળ બનાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here