વિધાનસભાની પેટાચૂંટણી : કોંગ્રેસ હજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કાર્યકારી પ્રમુખની નિમણૂક કરશે

0
8

કોંગ્રેસે વિધાનસભાની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી પહેલા કાર્યકારી પ્રમુખમાં હાર્દિક પટેલની નિમણૂક કરતા કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. હવે 3 નવા કાર્યકારી પ્રમુખ નિમવા માટેની ગતિવિધિ તેજ બની છે.

ઉત્તર ગુજરાત, દક્ષિ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના નેતાઓએ કાર્યકારી પ્રમુખ બનવા માટે લોબિંગ ચાલુ કરી દીધું છે. જોકે  હાર્દિકની નિમણૂક પછી પક્ષ ભલે યુવા નેતાઓને પસંદગી આપવાના મૂડમાં હોય, પણ જૂના નેતાઓએ પણ કાર્યકારી પ્રમુખ બનવા માટે કમર કસી છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાંથી, દક્ષિણમાં આદિવાસી સમાજમાંથી અને સૌરાષ્ટ્રમાં કોળી કે આહિર નેતાની પસંદગી થવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 8 મહિનાથી પ્રદેશ કોંગ્રેસનું માળખું રચાયું નથી ત્યારે કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિકની નિમણૂક કરી પક્ષે સંગઠનમાં થોડો ઉત્સાહનો સંચાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here