Saturday, September 25, 2021
Homeવિધાનસભા ચૂંટણી : જયલલિતા પછી હવે સ્ટાલિન દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો
Array

વિધાનસભા ચૂંટણી : જયલલિતા પછી હવે સ્ટાલિન દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો

તમિલનાડુમાં એમ કે સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.30 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી. ગત વિધાનસભા ચૂંટણીના મુકાબલે તેને 35થી 40 સીટોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે AIADMK અને BJPના ગઠબંધનને 100 સીટોનો આંકડો સ્પર્શવામાં મુશ્કેલી નજરે પડી રહી છે. જ્યારે, પુડુચેરીમાં AINRC-BJPનું ગઠબંધન એટલે કે એનડીએ સત્તા પ્રાપ્ત કરવાની નજીક છે.

તમિલનાડુમાં અનેક દાયકાઓ પછી પ્રથમવાર કરૂણાનિધિ અને જયલલિલતાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાઈ. એવામાં DMKના આ દેખાવથી સ્ટાલિન આ બે દિગ્ગજો પછી રાજ્યના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થઈ જશે. DMKના એમ કે સ્ટાલિન અને AIADMKના ટીટીવી દીનાકરન રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનાતા હતા.

એક્ઝિટ પોલમાં અહીં ડીએમકે પરત આવવાના વલણ જોવા મળ્યા. 6 પોલ્સમાંથી તમામે આ વખતે ડીએમકે પાસે સત્તા જવાનું અનુમાન દર્શાવ્યું.

2016માં બીજીવાર સીએમ બન્યા હતા જયલલિતા
234 સીટોવાળી તમિલનાડુ વિધાનસભામાં 2016માં AIADMKએ 134 સીટો પર જીત મેળવી હતી. તેના પછી જયલલિતા સતત બીજીવાર સીએમની ખુરશી પર બેઠા. ગત ચૂંટણીમાં કરૂણાનિધિની આગેવાનીમાં રહેલી ડીએમકેના ખાતામાં 98 સીટો આવી હતી.

પલાનીસ્વામી પાસે AIADMKની કમાન
5 ડિસેમ્બર, 2016ના રોજ જયલલિતાના નિધન પછી ઓ. પનીરસેલ્વમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ માત્ર 73 દિવસ જ ખુરશી પર રહી શક્યા. 16 ડિસેમ્બર, 2017ના રોજ ઈ. પલાનીસ્વામી રાજ્યના સીએમ બન્યા. તેના પછીથી જ AIADMKની કમાન પલાનીસ્વામીના હાથમાં છે.

પુડુચેરીમાં NDAને ફાયદો
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ મત ગણતરી ચાલુ છે. 30 વિધાનસભા સીટોવાળા પુડુચેરીમાં એન. રંગાસ્વામીની AINRC (ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ)-BJP ગઠબંધન અને કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન વચ્ચે મુકાબલો છે. પ્રારંભિક વલણોમાં AINRC ગઠબંધન 11 સીટો પર અને કોંગ્રેસ 4 સીટો પર આગળ ચાલી રહી હતી. એક્ઝિટ પોલમાં રંગાસ્વામીની આગેવાનીમાં રહેલા ગઠબંધનને જીતની સંભાવના દર્શાવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments