વિધાનસભા : સુરતના ટેક્સટાઈલ એકમો 4 હજાર કરોડની ટફ સબસિડીથી વંચિત પણ સરકારને ખબર જ નથી

0
92

અમદાવાદઃ સુરત સહિત રાજ્યભરમાં ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે લાખો લોકો સંકળાયેલા છે. જેનો પડઘો વિધાનસભામાં પડ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા સવાલના જવાબમાં રાજ્યના મંત્રી સૌરભ પટેલે ટેક્સટાઈલની ટફ સબસિડીમાં ઉદ્યોગકારો 4 હજાર કરોડનો કોઈ ફાયદો ન મળ્યો હોવાની વાત સરકાર જાણતી ન હોવાનું કહ્યું હતું.

પ્રશ્નોતરી કાળમાં ઉઠ્યો મુદ્દો

સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગુરૂવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઈલ ક્ષેત્રના એકમોને મશીનરી ખરીદવા માટે ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ(ટફ) નામની સબસિડી આપવાની યોજના ચાલે છે તેમાં સુરત શહેર જિલ્લાના ટેક્સટાઈલ એકમોને મળાવાપાત્ર ચાર હજાર કરોડની સબસિડી હજી મળી નથી ત્યારે આ પેન્ડિંગ સબસિડી અપાવવા રાજ્ય સરકાર શું કરવા માગે છે..

સબસિડીની જાણકારી રાજ્ય સરકાર પાસે નથી

પ્રતાપ દૂધાતના પ્રશ્નના જવાબમાં મંત્રી સૌરભ પટેલે ગૃહમાં જવાબ આપતાં કહ્યું કે, ટફ યોજનાની સબસિડી કઈ રીતે અપાય છે તેની કોઈ જાણકારી રાજ્ય સરકાર પાસે નથી કેમ કે આ યોજનામાં ઉદ્યોગકારોની અરજી લેવાનું તથા સબસિડી અપાય છે.

ધારાસભ્યની હૈયા વરાળ

ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં 2014માં મોદી સરકાર આવ્યા બાદ ટફ યોજનામાં ઝીલ થઈ રહી છે. અત્યાર સુધી માંડ 180 જેટલા એકમોને સબસિડી અપાઈ છે. જ્યારે 4 હજાર કરોડની સબસિડીની 9 હજાર જેટલી ફાઈલો ઉપર કોઈ નિર્ણય લેવાતો નથી જેના લીધે જીએસટી બાદ ટેક્સટાઈલ ઉદ્યોગકારોની પરેશાની બમણી થઈ છે એવી હૈયા વરાળ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઠાલવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here