13 વર્ષની ઉંમરે બંને હાથ-પગ ગુમાવ્યા, આપી રહ્યો છે ધોરણ 12ની પરીક્ષા

0
12

ગુજરાતના વડોદરાનો આ વિદ્યાર્થી વિશે જાણશો તો ‘નહીં થશે’ એવું કહેવાનું ભૂલી જશો. ફેલ થઈ જશો અને માર્ક્સ ઓછા આવશે એવા બહાના આપવાનું બંધ કરી દેશો. આપણે ખૂબ જ નજીવી બાબતોને લઈને પણ ફરિયાદો કરવા માંડીએ છે. પણ જરા વિચારો શિવમ પાસે તેના હાથ અને પગ ન હોવા છતાં તે ફરિયાદ નથી કરી રહ્યો. પણ તે જિંદગી કઈ રીતે જીવી શકાય તેની મિસાલ કાયમ કરી રહ્યો છે. માત્ર 13 વર્ષની ઉંમરે એક દુર્ઘટનામાં પોતાના બંને હાથ-પગ ગુમવનાર શિવમ સોલંકી બોર્ડની ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે. શિવમે ધોરણ 10માં 81 ટકા હાંસલ કર્યા હતા. 12માંની તૈયારી અંગે શિવમે કહ્યું, મને પૂરો વિશ્વાસ છે કે મારા સારા માર્ક્સ આવશે. આ વખતે 10માં કરતા વધારે માર્ક્સ આવશે.

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં રહેતો શિવમ આજે દરેક વિદ્યાર્થીઓ માટે મિસાલ બની ગયો છે. 13 વર્ષની ઉંમરે શિવમ અગાસી પર પતંગ ચગાવતા સમયે વીજળીના તારની ચપેટમાં આવી ગયો હતો. કરંટ લાગવાને કારણે શિવમના હાથ-પગ ખરાબ રીતે બળી ગયા હતા. શિવમને બચાવવા માટે ડૉક્ટરે તેના બંને હાથ અને એક પગ કાપવા પડ્યા હતા.

પણ શિવમે હિંમત ન હારી. તેણે પોતાની કોણીની મદદથી લખવાનું શરૂ કર્યું. શિવમના માતા-પિતાએ તેના હાથના હિસ્સામાં પટ્ટી બાંધીને તેમાં પેન ફસાવીને લખવાનું શીખવાડ્યું. ધીમે ધીમે શિવમે તેના પર પકડ જમાવી લીધી. થોડા મહિનાની મહેનત પછી તેની સ્પીડ પણ વધી ગઈ. શિવમના પિતાનું કહેવું છે કે, તેના દીકરાને તેની સ્કૂલ તરફથી પણ ઘણી મદદ મળી છે.જણાવી દઈએ કે, હાલમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ગુજરાત બોર્ડની 10માં ધોરણની પરીક્ષાઓ 17 માર્ચના રોજ અને ધોરણ 12માની પરીક્ષાઓ 21 માર્ચના રોજ પૂરી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here