ભારતમાં વર્તમાન ઝડપે ડૉઝ અપાશે તો 70 ટકા વસતીને 12.6 વર્ષ લાગશે રસી આપવામાં

0
3

2020ની 14મી ડિસેમ્બરે રસીની શરૂઆત થઈ હતી. આજે 3 મહિના પુરા થઈ રહ્યાં છે, ત્યાં સુધીમાં રસીનો વ્યાપ 121 દેશો સુધી પહોંચી ગયો છે. કેટલાક દેશોમાં સિંગલ તો કેટલાક દેશોમાં ડબલ ડોઝ અપાઈ ચૂક્યા છે.

બ્લૂમબર્ગના આંકડા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 35 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. અત્યારે જગતના ઈતિહાસની સૌથી મોટી રસિકરણ ઝૂંબેશ ચાલે છે. જગતમાં રોજ સરેરાશ 87 લાખથી વધારે ડોઝ અપાય છે.

રસીકરણ કરવું એ મોટો પડકાર છે અને ભારત સહીતના દેશો એ પડકારમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતમાં 13મી માર્ચ સુધીમાં 2.8 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અપાયો હતો. ભારતની 1.35 કરોડની વસતીના પ્રમાણમાં એ આંકડો 1.58 ટકા થયો. બન્ને ડોઝ અપાયા હોય એવી સંખ્યા તો માત્ર 47 લાખ લોકોની છે. બન્ને ડોઝ અપાય ત્યારે રસીકરણ પૂર્ણ ગણાય.

ભારતમાં અત્યારે જે દરે રસી મુકાય છે, એ જ દરે ચાલશે તો દેશની 70 ટકા વસતીને આવરી લેતાં 12.6 વર્ષ જેટલો સમય લાગશે. 100 ટકા વસતીને રસી અપાશે ત્યારે 18 વર્ષ થયા હશે. ભારતમાં રસી દુનિયાના ઘણા દેશો કરતાં ઝડપથી અપાય છે, પરંતુ ભારતની વસતી મોટી છે. રસી નિષ્ણાતો માને છે કે 95 ટકા વસતીને રસી અપાય જાય તો કોરોના જેવી નોર્મલ સ્થિતિ આવી માની શકાય.

રસી આપવામાં અમેરિકા આગળ છે. ત્યાં રોજના 23 લાખથી વધારે ડોઝ અપાય છે. એ હિસાબે 75 ટકા વસતીને આગામી પાંચ મહિનામાં બે ડોઝ અપાઈ ચૂક્યા હશે. ભારતમાં સરેરાશ 13 લાખ ડૉઝ દૈનિક ધોરણે અપાય છે. ઈઝરાયેલે તમામ વસતીને એક એક ડોઝ આપી દીધો છે, કેમ કે તેની વસતી 91 લાખથી વધારે નથી.

સૌથી વધુ ડોઝ આપનારા દેશો

દેશ

ડોઝ

અમેરિકા

10 કરોડથી વધુ

ચીન

5.2 કરોડથી વધુ

યુરોપ

4.7 કરોડથી વધુ

ભારત

2.8 કરોડથી વધુ

યુ.કે.

2.4 કરોડથી વધુ

રસીકરણ ધીમું ચાલવાના કારણો

રસીની સફળતા અંગે લોકોમાં શંકા-કુશંકા

રસી માટે નોંધણી કરાવવાની અટપટી પ્રક્રિયા

સરકાર દ્વારા રસી માટે પુરતા પ્રયાસાનો અભાવ

નાગરિકો સુધી પહોંચવા માટે સુવિધા, ડોઝ, સ્ટાફની ઘટ

રસી આવી ગઈ છે, હવે તો ગમે ત્યારે લઈશું એવી લોકોની ખોટી માનસિકતા

દેશમાં કોરોના પહેલા કરતાં કાબુમાં આવ્યો હોવાથી સરકાર-પ્રજાની બેદરકારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here