સુરત : પ્રથમ નોરતે અનેક રંગ દેખાયા,ખુલ્લા ગ્રાઉન્ડની નવરાત્રિ ધોવાઈ, હેલમેટ પહેરી ગરબા લેતા ખેલૈયા આકર્ષનું કેન્દ્ર બન્યાં

0
0

સુરતઃઆસો નવરાત્રિનો પ્રથમ દિવસ અનેક રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. પ્રથમ નોરતે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાયેલી નવરાત્રિમાં કીચડ અને પાણી ભરાતાં નવરાત્રિ રદ્દ કરવાની ફરજ પડી હતી. જ્યારે શેરી ગરબાની જમાવટ થઈ હતી. ખેલૈયાઓએ ટ્રાફિકના નિયમોનો સંદેશો આપવા માટે હેલમેટ પહેરીને ગરબે ઝુમ્યાં હતાં. શહેરના ડુમસ રોડ નજીક આવેલા ડોમમાં ખેલૈયા મનમુકીને ઝુમી ઉઠ્યાં હતાં.

ટ્રાફિકના નિયમોની જાગૃતિ ફેલાવવા પ્રયાસ
નવરાત્રીની મૌસમની સાથે ચારે ખૂણે, સુરતીઓ ગરબાની રાત માટે તૈયાર થઈ ગયા હતા અને ગરબા પર ઝૂમી રહ્યા હતા ત્યારે વીઆર સુરત ખાતે અનોખી રીતે નવરાત્રિ મહોત્સવનો આરંભ થયો હતો. અહીં ખેલૈયાઓએ માથે હેલ્મેટ પહેરીને ગરબા ઝૂમીને નવા મોટર વેહિકલ એકટનું સમર્થન કરવાની સાથે લોકોમાં ટ્રાફિકના નિયોમો પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. વી.આર.સુરતનું ગ્લેમ ગરબા એ સૌથી વધુ આકર્ષક અને સ્ટાઇલિશ ઉજવણી છે.સિંગર મૃણાલ મેડીએ જણાવ્યું હતું કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વેહિકલ એક્ટને લાગુ કરવામાં આવ્યો છે ત્યારે દરેક નાગરિકની કાયદાનું પાલન કરવાની ફરજ બને છે ત્યારે અમારો આ એજ પ્રયાસ હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here