બોટાદ : પાળિયાદમાં ઘરમાં બાગબાન કંપનીનું ડુપ્લિકેટ તમાકુ અને મસાલાનું પેકિંગ કરતું કારખાનું ચાલતું હતું, બે શખ્સની ધરપકડ

0
0

બોટાદ જિલ્લામાં સ્ટાન્ડર્ડ કંપનીની ડુપ્લિકેટ તમાકુ અને પાન મસાલાનું ધૂમ વેચાણ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના પગલે પોલીસે પાળીયાદના હળદર-કાનીયાડ ચોકડી પાસે આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્ટાન્ડર્ડ કંપનીના ડુપ્લિકેટ તમાકુ અને પાન મસાલાના પેકિંગ કરતા બે મશીનો, તમાકુ, પાન મસાલાનો જથ્થો, પેકિંગ મટિરિયલ સહિત રૂ.296920ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે એક શખ્સ ફરાર છે.

બાગબાન કંપનીનું ડુપ્લિકેટ તમાકુ બનાવતા હતા

બોટાદના પાળીયાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા હળદર-કાનીયાડ ચોકડી નજીક આવેલા મકાનમાં ડુપ્લિકેટ તમાકુ અને પાન મસાલા બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. આ અંગે બાતમી મળતા પોલીસે દરોડો પાડીને તપાસ કરતા બાગબાન તમાકુના રોલ, પાઉચ, વિમલ પાન મસાલાના પેકેટો, તમાકુનો જથ્થો અને પાઉચ બનાવવાના બે મશીનો સહિત 296920ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે બે શખ્સોની ધરપકડ કરી, એક ફરાર

બોટાદ રહેતા સુમેર અમીનભાઈ કારીયાણી અને જુબેર મહમદભાઈ સીદાતર નામના બે શખ્સો આ કારખાનું ચલાવી રહ્યા હતા. પોલીસે આ બે શખ્સની ધરપકડ કરી છે. જ્યારે ચેતન ઉર્ફે ચેતો હસમુખભાઈ પરમાર ફરાર થઈ ગયો છે. પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ વિરૂદ્ધા ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ડુપ્લિકેટ તમાકુ, પાન મસાલાનું કારખાનું ઝડપાયું હોવાના સમાચાર વહેતા થતા ડુપ્લીકેટ ધંધો કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here