ઈઝરાયલ : વડાપ્રધાનની રેલી દરમિયાન ગાજાએ રોકેટ છોડ્યા, નેતન્યાહૂને સ્ટેજ છોડીને શેલ્ટરમાં સંતાવું પડ્યું

0
14

તેલ અવીવઃ પેલેસ્ટાઈનના કબ્જા વાળા ગાજા પટ્ટા પરથી બુધવારે ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે, આ હુમલો દક્ષિણમાં આવેલા એશ્કેલોન શહેર પર કરવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રેલી કરી રહ્યા હતા. ગાજાના રોકેટ્સને હવામાં જ નષ્ટ કરી દેવાયા હતા. જો કે, એશ્કેલોનમાં એલર્ટ સાયરન વાગવાના કારણે નેતન્યાહૂને સ્ટેજ પરથી ઉતરીને બોમ્બ શેલ્ટરમાં સંતાવું પડ્યું હતું. આ દરમિયાન તેમના પત્ની સારા નેતન્યાહૂ પણ કાર્યરક્રમમાં હાજર રહ્યા હતા.

ઈઝરાયલી મીડિયાના જણાવ્યા પ્રમાણે, એશ્કેલોન ગાજાથી માત્ર 12 કિલોમીટર દૂર છે. જો કે, હાલ કોઈ પણ સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી. જોકે, માનવામાં આવી રહ્યું છે કે આ હુમલાની પાછળ હમાસના આતંકીઓનો હાથ હોઈ શકે છે. ગાજાનો એક મોટો વિસ્તાર હમાસના કબ્જામાં છે. ગત મહિને ગાજામાં ઈઝરાયલી સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.

જોખમ ટળ્યા બાદ નેતન્યાહૂએ રેલીને સંબોધિ
ઈઝરાયલ ટીવી સ્ટેશને નેતન્યાહૂની રેલીની ફુટેજ પણ જાહેર કરી છે. જેમાં સુરક્ષાબળોને વડાપ્રધાનને સ્ટેજ પરથી ઉતરતા જોઈ શકાય છે. મળતી માહિતી પ્રમાણે જોખમ ટળ્યા બાદ નેતન્યાહૂ રેલીમાં પાછા આવ્યા અને લોકોને સંબોધવા લાગ્યા હતા. નેતન્યાહૂએ ટ્વીટર પર આ હુમલાઓની જાણકારી આપતા કહ્યું કે, ‘જેને પણ અમારી પર હુમલો કર્યો, તે અમારી સાથે નથી. જે પણ આવું કરી રહ્યા છે, તેમને પોતાનો સામાન પેક કરી લેવો જોઈએ’

ચૂંટણી સભા માટે નેતન્યાહૂ એશ્કેલોનમાં હતા
નેતન્યાહૂ માર્ચ 2020માં યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. હાલ તેઓ ઉમેદવારી બચાવી રાખવા માટે લિકુડ પાર્ટીમાંજ ચૂંટણીનો સામનો કરી રહ્યા છે. તેમની સામે પૂર્વ શિક્ષા અને ગૃહ મંત્રી ગિડિઓન સાર છે, જે પહેલા વડાપ્રધાનના ટિકાકર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here