દક્ષિણ ઇજિપ્તમાં બે ટ્રેનો એકબીજા સાથે આૃથડાતા 32 લોકોનાં મોત, 66 ઘાયલ

0
5

દક્ષિણ ઇજિપ્તમાં બે ટ્રેનો એકબીજા સાથે આૃથડાતા ઓછામાં ઓછા 32 લોકોનાં મોત થયા છે અને અન્ય 66 લોકો ઘાયલ થયા છે તેમ ઇજિપ્તના સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કર્યો હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

ઇજિપ્તના આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ઇજિપ્તના દક્ષિણમાં આવેલા સોહાગ પ્રાંતમાં સર્જાયેલા અકસ્માત પછી મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટના સૃથળે પહોંચી ગઇ હતી. એોછામાં ઓછા 50 ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

ઇજિપ્તના રેલવે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર કોઇ વ્યકિતએ પેસેન્જર ટ્રેનનો ઇમરજન્સી બ્રેક મારી દેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન એલેક્સઝાન્ડ્રિયાના મેડિટેરેનિયન શહેર તરફ જઇ રહી હતી. આ ટ્રેન અચાનક થોભી જતાં પાછળથી આવતા ટ્રેન તેની સાથે ટકરાઇ હતી.

સૃથાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. કેટલાક ઘાયલો બેભાન થઇ ગયા હતાં. જ્યારે અન્ય કેટલાક ઘાયલોનું લોહી વહી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઇજિપ્તની રેલવે સિસ્ટમ કંગાળ સંચાલનનું ઇતિહાસ ધરાવે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર વર્ષ 2017માં કુલ 1793 ટ્રેન અકસ્માત સર્જાયા હતાં. ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહે જણાવ્યું છે કે તે સિૃથતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે અને આ અકસ્માત માટે જવાબદાર વ્યકિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે ફેસબુક પર જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોના આસુ અમને આવી ઘટનાઓનુપં પુનરાવર્તન અટકાવવા માટેની પ્રેરણા આપે છે. 2018માં ઇજિપ્તના પ્રમુખે ટ્રેનોના આધુનિકીકરણ માટે 14.1 અબજ ડોલર ખર્ચવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here